Even if you book match tickets online after all you will need physical paas
અમદાવાદ /
નરેન્દ્ર મોદી સ્ટૅડિયમમાં મૅચની ટિકિટ ઑનલાઈન બુક કરશો તો પણ ફીઝિકલ તો જોઈશે જ, જુઓ કેવા ધાંધિયા
Team VTV07:03 PM, 11 Mar 21
| Updated: 07:16 PM, 11 Mar 21
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતા ક્રિકેટ મેચો માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવનાર પાસેથી વિવિધ ચાર્જના નામે નાણા ખંખેરવામાં આવી રહ્યા છે
અમદાવાદમાં GCAએનો અણઘડ વહીવટ
ટિકિટની હોમ ડિલિવરી પર વધારાના 300 રૂપિયાનો ચાર્જ વસુલાયો
ઓનલાઇન ટિકિટના નામે વધારાનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે
અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટિકિટના નામે રૂપિયા ખંખેરવાનો ખેલ સામે આવ્યો છે. GCA ગુજરાત ક્રિકેટ એસોસિએશનએ ઓનલાઇન ટિકિટ બુક કરાવનાર પાસેથી રૂપિયા પડાવ્યા લીધા છે. હોમ ડિલિવરીના નામે GCAએ વધારાના 300 રૂપિયા વસૂલી લીધા છે. તેમજ ઓનલાઇન ટિકિટ બુક કરી હોવા છતાં ફિઝિકલ ટિકિટ તો જરૂરી જ છે.
ક્રિકેટ ચાહકોમાં ટિકિટના નિયમને લઈ નારાજગી
અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓ કોરોનાકાળના કારણે ઓનલાઈન ટિકિટ બુક કરાવી રહ્યા છે. આમ છતાં કેટલીક એપ્લિકેશન પરથી ટિકિટ બુક કરાવ્યા બાદ પણ તમારે ફિઝિકલ ટિકિટ લેવી પડે છે. જેને લઈ કેટલાક ક્રિકેટ ચાહકો નારાજ છે. અને કોરોનાના કારણે સંક્રમણ લાગવાનો ડર પણ દર્શાવી રહ્યા છે.
આમ બુકિંગ ચાર્જના નામે પણ લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યાં છે. 500ની ટિકિટ પર રૂપિયા 48નો બુકિંગ ચાર્જ પણ લગાવાયો છે. તેમજ ફિઝિકલ ટિકિટ લેવા માટે પણ લોકોએ ધક્કા ખાવા પડે છે. આમ જોઇએ તો લોકો પાસેથી રૂપિયા ખંખેરવા GCAનું અણધડ પ્લાનિંગ સામે આવ્યુ છે.