બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Even if the income is a little more than 7 lakhs, there will be relief

રાહત / 7 લાખથી વધારાની આવક પર પણ નહીં લાગે કોઈ ટેક્સ, સરકારે આપી નવી રાહત

Dinesh

Last Updated: 09:53 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી કર વ્યવસ્થામાં 7 લાખથી વધુ એટલે કે 7.10 લાખ અથવા 7.20 લાખ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

  • 7 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે.
  • 1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષથી અમલમાં આવશે
  • 7 લાખથી થોડી વધુ આવક હશે તો પણ મળશે રાહત


શુક્રવારે ફાઇનાન્સ બિલ પાસ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ડેટ ફંડ્સ પર ટેક્સ લગાવવાની સાથે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોમાં સામાન્ય લોકોને થોડી રાહત આપવી છે. બજેટમાં કહેવામાં આવ્યું હતું કે, 7 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો 1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષથી અમલમાં આવશે.

કરદાતોઓને ફરી રાહત અપાશે
તમને થતું હશે કે 7 લાખ સુધીની રકમને ટેક્સ ફ્રી પહેલાથી જ કરી દેવામાં આવી છે. તેથી હવે રિવિઝનમાં કેટલી રકમ સુધ ટેક્સ ભરવાનો પડશે નહીં. તમને જણાવી દઈએ કે, બજેટની જાહેરાત મુજબ 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ 7 લાખથી વધુ એટલે કે 7.10 લાખ અથવા 7.20 લાખ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ 7 લાખથી વધુની વધારાની આવક પર જ ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, તમારી આવક 7.10 લાખ રૂપિયા છે, તો તમારે માત્ર 10,000 રૂપિયા પર જ ટેક્સ ચૂકવવો પડશે. જો કે આ રકમ કેટલી હશે તે અંગે સરકારે હજુ સ્પષ્ટતા કરી નથી. સરકાર નોટિફિકેશન બહાર પાડ્યા બાદ જ આ રકમની બાબતની સ્પષ્ટતા થશે.

આનો ફાયદો શું?
નવી કર વ્યવસ્થામાં આ માર્જિન લાભનો તે તમામ લોકોને મળશે જેમની આવક 7 લાખથી થોડી વધારે છે. હવે તમે વિચારતા હશો કે આનો ફાયદો શું છે. ઉદાહરણ તરીકે,  સરકાર દ્વારા કરમુક્ત રકમ 7 લાખ નક્કી કરવામાં આવી છે. હવે, જો કોઈની આવક આનાથી થોડી વધુ છે, તો તને પણ તેનો લાભ મેળશે

ઉદાહરણ સહિત સમજો
હવે 7 લાખના કિસ્સામાં એક ઉદાહરણ સાથે તમને સમજાવીએ કે, જો તમારી આવક 7 લાખ 100 રૂપિયા છે તો તેવા કિસ્સામાં તમારો ટેક્સ ભરવાનો 25010 રૂપિયા ભરવાનો થાય છે એટલે કે તમારી આવક ફક્ત 100 રૂપિયા વધુ હોવાથી તમારે રૂપિયા 25000 ભરવો યોગ્ય નથી.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Finance MinistryIncome Income Tax Nirmala Sitaraman Tax Slabs ફાઇનાન્સ બિલ Tax Slabs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ