બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ભૂલથી પણ શનિવારે આ 5 ચીજો ન ખરીદતા, નહીંતર ફાયદો નહીં, નુકસાન ભોગવવું પડશે

માન્યતા / ભૂલથી પણ શનિવારે આ 5 ચીજો ન ખરીદતા, નહીંતર ફાયદો નહીં, નુકસાન ભોગવવું પડશે

Last Updated: 07:21 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારના દિવસે ઘણા લોકો ખરીદી કરે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને આ દિવસે ખરીદવી શુભ માનવામાં આવતી નથી.

શનિવારના દિવસે ઘણા લોકો ખરીદી કરે છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને આ દિવસે ખરીદવી શુભ માનવામાં આવતી નથી. આ વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ક્રોધિત થઈ શકે છે, આજે અમે તમને આ વસ્તુઓ વિશે જાણકારી આપીશું.

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તો દ્વારા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે જે લોકો આ દિવસે શનિદેવની પૂજા કરે છે તેઓએ ક્યારેય માંસ અથવા આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ખરીદવી મોંઘી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આજે અમે તમને આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.

શનિવારે ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો

- લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદો છો, તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે તમારી નાણાકીય સ્થીતી પણ ડગમગી શકે છે.

- શનિવારે તમારે મીઠું પણ ન ખરીદવું જોઈએ. ઘરમાં મીઠું લાવશો તો પરિવારમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. આ સાથે આ દિવસે બાજુમાં રહેતા કોઈ પાડોશી પાસેથી મીઠું ન માંગવું જોઈએ.

- કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તમારે શનિવારના દિવસે ક્યારેય કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. જો તમે આ દિવસે કાળા રંગના કપડાં ખરીદો છો, તો તમારે ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Website_Ad_1200_1200_3.width-800

- આ દિવસે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર, છરી વગેરે ખરીદીને ઘરે ન લાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારનું વાતાવરણ બગડી શકે છે. શનિવારે આ વસ્તુઓ ખરીદો છો તો પરિવારમાં મતભેદ થઈ શકે છે. આ ઉપરાંત ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે.

- જૂતા અને ચપ્પલની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવતી નથી. શનિવારે જૂતા અને ચપ્પલ ખરીદો છો, તો તમને સંપત્તિ ભેગી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિવસે સાવરણી ખરીદવાનું પણ ટાળવું જોઈએ.

વધુ વાંચોઃઆજથી બુધનું રાશિ પરિવર્તન: જાણો કોને લાગશે લોટરી, કોણ બનશે રંક? જાણો પ્રભાવ

- શનિવારે શનિદેવની પૂજા દરમિયાન તેમને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. તમારે શનિવારે ક્યારેય સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સત્ય હોવાનો અમે દાવો કરતા નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

religions Saturday shopping Saturday upay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ