બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Even after the repeal of agricultural laws, Rakesh Tikait is not ready to end the peasant movement

BIG NEWS / મોદી પર ભરોસો નથી, વાયદો તો 15 લાખનો પણ કર્યો હતો: ટિકૈતે તો ફરી ઊંધો ખેલ કર્યો, કેન્દ્રનું વધ્યું ટેન્શન

Ronak

Last Updated: 12:50 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલન સમાપ્ચ થયા પછી ખેડૂત નેતા રાકૈશ ટિકૈત આંદોલન સંમાપ્ત કરવા તૈયાર નથી. તેમણે કહ્યુું કે સરકારે અગાઉ 15 લાખ આપવાનો પણ વાયદો કર્યો હતો. સમગ્ર મામલે રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યારે સંસદમાં કાયદા રદ થશે ત્યારે આંદોલન સમાપ્ત થશે.

  • કૃષિ કાયદા રદ થયા પછી પર રાકૈશ ટિકૈત અડગ 
  • કહ્યું સરકાર પર ભરોસો નથી એટેલે આંદોલન પુરુ નહી થાય 
  • સંસદમાં કાયદાઓ રદ કર્યા બાદ આંદોલન સમાપ્ત કરવાની કરી વાત 

પીએમ મોદીએ આજે ત્રણેય કૃષિ કાયદાઓ પર ખેંચી લીધા જેથી ખેડૂત આંદોલનનો પણ આજે અંત આવ્યો તેવું કહી શકયા. પરંતુ કાયદાઓ રદ થયા બાદ પણ ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનને સમાપ્ત નહી કરે તેવું તેમણે કહ્યું છે. તેમણે એવું નિવેદન આપ્યું છે કે મોદી સરકાર પર તેમને વિશ્વાસ નથી. 

સંસદમાં કાયદો રદ થાય તેની રાહ જોઈશું : રાકેશ ટિકૈત 

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એ વાતનો ઉલ્લેખ કર્યો કે સરાકરે 15-15 લાખ આપવાનું એલાન પણ કર્યું હતું. પરંતુ હજુ સુધી કોઈને પણ 15 લાખ રૂપિયા નથી મળ્યા. સમગ્ર મામલે ટ્વીટ કરીને રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન તાત્કાલીક પુરુ કરવામાં નહી આવે. અમે એ દિવસની રાહ જોઈ રહ્યા કે જ્યારે સંસદમાં આ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવામાં આવશે. 

PM મોદીએ ખેડૂતોને ખેતરમાં પરત ફરવાની કરી અપીલ 

આજે પીએમ મોદીએ માફી માગતા કહ્યું કે હું દેશવાસીઓની માફી માંગુ છું કે અમારા પોતાના પ્રયાસોમાં થોડીક ઉણપ રહી હશે. પીએમએ વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યું કે ગુરપુરબના અવસર પર તમે તમારા ઘર અને ખેતરમાં પાછા ફરો.

નાના ખેડૂતો માટે કૃષિ કાયદા લાવ્યા હોવાની કરી વાત 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'ખેડૂતોની સ્થિતિ સુધારવા માટેના મહાન અભિયાનમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. તેનો હેતુ એ હતો કે નાના ખેડૂતોને વધુ શક્તિ મળવી જોઈએ અને તેઓને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળવા જોઈએ. વર્ષોથી દેશના કૃષિ નિષ્ણાતો, સંગઠનો અને વૈજ્ઞાનિકો આ માંગ કરી રહ્યા હતા. ભૂતકાળમાં પણ ઘણી સરકારોએ મંથન કર્યું હતું. આ વખતે પણ સંસદમાં ચર્ચા થઈ. દેશના ખૂણે ખૂણે, વિવિધ ખેડૂત સંગઠનોએ સ્વાગત કર્યું અને ટેકો આપ્યો. આજે તેમના સમર્થન માટે હું તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.

PM મોદીના સંબોધનના 5 મહત્વના મુદ્દા 

1... PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે, મેં જે કાઈપણ કર્યું તે ખેડૂતો માટે કર્યું છે, જે કાઈ કરી રહ્યો છું તે પણ ખેડૂતો અને દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યો છું. દેશવાસીઓના આશિર્વાદથી મેં મારી મહેનતમાં કોઈપણ પ્રકારની કસર છોડી નથી, આજે હું તમને આશ્વાસન આપું છું કે, વધુ મહેનત કરીશ જેથી તમારા અને રાષ્ટ્રના સપના પૂર્ણ કરી શકું.

2...પીએમ મોદીએ કહ્યું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. તેની પ્રક્રિયા આ મહિને સંસદના આગામી સત્રથી શરૂ થશે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તેઓ તેમના ઘરે પાછા ફરે અને નવેસરથી શરૂઆત કરે.

3... પીએમે કહ્યું કે અમે ખેડૂતોને સસ્તા ભાવે બીજ આપવાનું કામ કર્યું. સૂક્ષ્મ સિંચાઈ સાથે સિંચાઈ યોજનાઓ શરૂ કરી. 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા હતા... આ બધું કૃષિ ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યું હતું. તે જ સમયે, અમે પાક વીમા યોજના શરૂ કરી અને તે હેઠળ ખેડૂતોને પણ જોડવામાં આવ્યા.

4... પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને તેમની ઉપજની સંપૂર્ણ અને યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. અમે ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું. અમે માત્ર MSP વધાર્યો જ નહીં પરંતુ સરકારી ખરીદીને પણ રેકોર્ડ ઊંચાઈએ લઈ જઈએ. અમારી સરકાર દ્વારા પાકની ખરીદીએ છેલ્લા દાયકાઓના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

5... પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2014માં વડાપ્રધાન બન્યો ત્યારે અમારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું કલ્યાણ અને વિકાસ હતી. ઘણા લોકો અજાણ છે કે દેશના 100 માંથી 80 ખેડૂતો નાના પાયાના છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ ખેડૂતોની વસ્તી 10 કરોડથી વધુ છે અને તેમની આજીવિકા પણ આ જમીન છે. વડા પ્રધાને પછી દેહ સિવા બરુ મોહિ ઇહાઈ સુભ કર્મન તે કહૂં ના તોરોં સાથે તેમનું ભાષણ સમાપ્ત કર્યું, જે ગુરુગોવિંદ સિંહની રચના દસમ ગ્રંથના ચંડી ચરિતરનો એક શબ્દ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Modi Goverment farms laws repeal rakesh tikait કૃષિ કાયદા રદ મોદી સરકાર રાકેશ ટિકૈત rakesh tikait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ