Even after taking the corona vaccine, Paresh Rawal tested positive for corona
બોલીવૂડ /
કોરોના વેક્સિન લીધા બાદ પણ પરેશ રાવલ કોવિડ પોઝીટીવ, એક્ટરે ટ્વિટ કરીને આપી જાણકારી
Team VTV01:26 PM, 27 Mar 21
| Updated: 01:27 PM, 27 Mar 21
થોડા દિવસમાં જ કોરોના કેસ એટલા વધી ગયા છે કે લોકોમાં ફરી ડરનો માહોલ ઉભો થયો છે. બોલીવૂડમાં પણ રણબીરથી લઇને આમિર સુધી અને હવે પરેશ રાવલ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
પરેશ રાવલને કોરોના પોઝીટીવ
બોલીવૂડમાં ઘણા એક્ટર્સને થયો કોરોના
વેક્સિન લીધા બાદ પણ પોઝીટીવ
Unfortunately, I have tested positive for COVID-19. All those that have come in contact with me in the last 10 days are requested to please get themselves tested.
પોતે જ આપી જાણકારી
પરેશ રાવલે શુક્રવારે પોતે જ ટ્વિટ કરીને જણાવ્યું કે તે કોરોના વાયરસનો શિકાર થયા છે. તેણે ટ્વટર પર જાણકારી આપી હતી. સાથે જ કહ્યું હતુ કે પોતાના સંપર્કમાં આવેલા લોકો પણ તપાસ કરાવી લે.
ટ્વિટ કરીને શું લખ્યું
પરેશ રાવલે ટ્વિટ કર્યુ અને લખ્યું કે, દુર્ભાગ્યવશ, હું કોરોના વાયરસનો શિકાર બન્યો છું. ગત 10 દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો પણ તપાસ કરાવી લે તેવો અનુરોધ કરુ છુ.
V for vaccines. ! Thanks to All the Doctors and Nurses and the front line Health care workers and The Scientists. 🙏Thanks @narendramodipic.twitter.com/UC9BSWz0XF
9 માર્ચે લીધી હતી વેક્સિન
65 વર્ષિય એક્ટર પરેશ રાવલે 9 માર્ચના રોજ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમણે વેક્સિન લઇને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તસવીર શૅર કરીને જાણકારી આપી હતી.
આ એક્ટર્સને પણ થઇ ચૂક્યો છે કોરોના
થોડા દિવસોમાં જ રણબીર કપૂર, કાર્તિક આર્યન, સિદ્ધાંત ચતુર્વેદી, આર માધવન અને આમિર ખાન જેવા સિતારાઓને કોરોના પોતાની ઝપેટમાં લઇ ચૂક્યો છે.
હોમ ક્વોરંટાઇન આમિર ખાન
આમિર ખાનના સ્પોક્સ પર્સને જણાવ્યું કે મિસ્ટર આમિર ખાન કોરોના પોઝીટીવ આવ્યા છે અને તે ઘરમાં જ સેલ્ફ ક્વોરંટાઇન થયા છે. હાલમાં તેમની તબિયત સારી છે પરંતુ થોડા દિવસ પહેલા જે તેમના સંપર્કમાં આવ્યા છે તે ટેસ્ટ કરાવી લે.
મહારાષ્ટ્રમાં પરિસ્થિત્ વણસી રહી છે. પહેલા એક્ટર રણબીર કપૂર પોઝીટીવ આવ્યા હતા. હવે બોલીવૂડના રાઇઝીંગ સ્ટાર કાર્તિક આર્યન કોરોના સંક્રમિત થઇ ગયો છે. તેણે સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી છે.
સતીશ કૌશિક સંક્રમિત
કોરોના વાયરસની અસર દેશભરમાં ચાલુ છે. ગત વર્ષથી જ આ વાયરસે લોકોને પરેશાન કરી મૂક્યા છે. સામાન્ય જનતા હોય કે પછી ખાસ લોકો હોય, આ વાયરસ કોઈને છોડતો નથી. ત્યારે બોલિવૂડનાં ઘણા સ્ટાર્સને પણ ગયા વર્ષે કોરોના થયો હતો અને સેલેબ્સ પણ કોરોના સામે જંગ લડી ચૂક્યા છે. તો આ વર્ષે ચાર દિવસ પહેલાં જ બોલિવૂડના દિગ્ગજ એક્ટર સતીશ કૌશિક કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તેમણે એક ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વોરન્ટાઈન છે. પણ હવે એવા સમાચાર મળ્યા છે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે