Even after 28 years, Shahrukh-Kajol's DDLJ is making noise in the theaters, earning so much at the box office
DDLJ Box Office /
28 વર્ષ પછી પણ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે શાહરૂખ-કાજોલની DDLJ, બોક્સ ઓફિસ પર કરી આટલી કમાણી
Team VTV02:47 PM, 12 Feb 23
| Updated: 05:00 PM, 13 Feb 23
DDLJ ફિલ્મને 28 વર્ષ બાદ ફરીથી આ પ્રેમના અઠવાડિયા એટલે કે વેલેન્ટાઇન વીકમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને લોકો ફિલ્મ થિયેટરમાં જોવા માટે ઉમટી પડ્યા છે.
DDLJ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ
DDLJ એ બે દિવસમાં કરી આટલી કમાણી
વેલેન્ટાઈન ડે પર DDLJ કરશે મોટી કમાણી!
DDLJ Box Office On Valentine Day:યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (Dilwale Dulhania Le Jayenge) અત્યાર સુધીની સૌથી સુપરહિટ ફિલ્મોમાંની એક રહી છે. 1995માં આવેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલે રાજ અને સિમરનના પાત્રોથી કરોડો ચાહકોને દિવાના બનાવી દીધા હતા. જો કે 28 વર્ષ પછી પણ દર્શકોમાં આ ફિલ્મનો ક્રેઝ હજુ પણ એવો જ જોવા મળી રહ્યો છે. દર્શકોના આ પ્રેમને જોતાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ફિલ્મને 28 વર્ષ બાદ ફરીથી આ પ્રેમના અઠવાડિયા એટલે કે વેલેન્ટાઇન વીકમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને લોકો ફિલ્મ થિયેટરમાં જોવા માટે ઉમટી પડ્યા છે.
DDLJ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ
વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને, થોડા દિવસો પહેલા પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસ જેવા રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. DDLJ ફરી એકવાર મોટા પડદા પર રિલીઝ થતાં જ દર્શકોની 28 વર્ષ જૂની યાદો તાજી થઈ ગઈ. માત્ર 2 દિવસમાં ફિલ્મોએ લાખોની કમાણી કરી લીધી છે.
DDLJ એ બે દિવસમાં કરી આટલી કમાણી
શાહરૂખ અને કાજોલ સ્ટારર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ હતી અને પહેલા દિવસે આ ફિલ્મે 2.50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. જણાવી દઈએ કે 11 ફેબ્રુઆરી 2023ના રોજ ઘણી કમાણી કરી હતી. ગઇકાલે ફિલ્મે થિયેટરમાં 10 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજા દિવસે પણ ફિલ્મનો બિઝનેસ 10 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. એટલે કે ત્રણ દિવસમાં તેની કુલ કમાણી 22.5 લાખ રૂપિયા થશે.
વેલેન્ટાઈન ડે પર DDLJ મોટી કમાણી કરશે!
આ કમાણીના આંકડા જોઈને લાગી રહ્યું છે કે ફિલ્મ 14 ફેબ્રુઆરી 2023ના રોજ 20 લાખ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે. કુલ મળીને આ ફિલ્મ આ વેલેન્ટાઈન વીકમાં 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. જો કે આ ફિલ્મ લિમિટેડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.