Even after 110 days of the paper leak in Saurashtra University, the police is not ready to register an FIR
રાજકોટ /
સાંઠગાંઠ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીકમાં પોલીસને FIR નોંધવા કોની શરમ નડે છે ? BJPના અગ્રણીની કૉલેજનું છે નામ
Team VTV09:59 AM, 30 Jan 23
| Updated: 10:21 AM, 30 Jan 23
ગઇકાલે જુનિયર ક્લાર્કના પેપરલીક મામલે પંચાયત સેવા પસંદગી મંડળ FIR કરાવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ નહીં? તેવો સવાલ ઊભો થયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરલીકના 110 દિવસ બાદ પણ ન નોંધવામાં આવી FIR
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA અને B.COMનું પેપર થયું હતું લીક
પેપરલીક થવાની ઘટનામાં હજુ સુધી નથી નોંધવામાં આવી ફરિયાદ
પેપરલીકની ફરિયાદ ન નોંધાતા સત્તાધીશો અને પોલીસની સાંઠગાંઠ હોવાની ચર્ચા તેજ
રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયાના 110 દિવસ બાદ પણ FIR દાખલ ન કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. વાત જાણે એમ છે કે, 13 OCT 2022ના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હતા. જોકે હવે ગઇકાલે જુનિયર ક્લાર્કના પેપરલીક મામલે પંચાયત સેવા પસંદગી મંડળ FIR કરાવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ નહીં? તેવો સવાલ ઊભો થયો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં ભાજપના એક અગ્રણીની કોલેજનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પેપરલીક પ્રકરણ દિવસેને દિવસે અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. અગાઉ બે પરીક્ષાના પેપર લીક થયા બાદ પણ કોઈ કાર્યવાહી સામે નથી આવી. મહત્વનું છે કે, પેપરલીક થયાના 110 દિવસો બાદ પણ તંત્ર જાણે કોઈને બચાવી રહ્યું હોય તેમ કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. અહી નોંધનીય છે કે, તાજેતરના જુનિયર ક્લાર્કના પેપરલીક મામલે પંચાયત સેવા પસંદગી મંડળે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
શું છે સમગ્ર મામલો ?
વાત જાણે એમ છે કે, 2022ના ઓકટોમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા . BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું હતું તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી હતું. જોકે જે તે દિવસે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં ભારે ખળભળાટ મચી ગયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
પેપર લીકની ઘટનામાં પોલીસ ફરિયાદમાં ગલ્લા-તલ્લા
વિવાદિત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ની BBA અને BCom સેમેસ્ટર-5ના પેપરલીક થયાને 110 દિવસ બાદ પણ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. પેપર લીકના 110 દિવસો બાદ FIR ન થતા સવાલો ઉઠ્યા છે કે, તાજેતરના જુનિયર ક્લાર્ક પેપરલીકમાં પંચાયત સેવા પસંદગી મંડળ FIR કરાવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ નહીં? તો સિન્ડિકેટના ઠરાવ બાદ સતાઘીશો અને પોલીસની સાથગાંઠ હોવાનું અને ભાજપના એક અગ્રણીની કોલેજનું નામ પણ આ પેપર લીકમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
સળગતા સવાલ
110 દિવસ પછી પણ પોલીસ કેમ ફરિયાદ નથી નોંધતી ?
વારંવાર કેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટે છે?
સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કેમ થાય છે?
કાયમી પેપરને ફોડવા માટે કઇ ગેંગ સક્રિય છે?
પરીક્ષાના પેપરની ગોપનિયતા કેમ નથી જળવાતી ?
પેપર જ્યાં રખાય છે ત્યાંની સિક્યુરિટીની કેમ નથી કરાતી પુર્તતા?
પેપરો ફોડનારા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
પરીક્ષાનું સેન્ટર આપવા પહેલા ચકાસણી કેમ નથી કરાતી?
સરકાર મન ફાવે તેમ સેન્ટરો કેવી રીતે ફાળવી દે છે?
સરકાર દાખલો બેસે તેવી કાર્યવાહી કેમ નથી કરતી?
કેમ વારંવાર ઉમેદવારોનાં ભાવિ સાથે વારંવાર ચેડાં થાય છે?