બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટમાં જાદુઇ કરિશ્મા! 12 બોલમાં 61 રનની હતી જરૂર, 1 બોલ બાકી હતો અને જીતી લીધી મેચ
Last Updated: 09:15 PM, 17 July 2024
તમે કેટલીક ચોંકાવનારી મેચ જોઈ હશે પરંતુ આજે એક એવી ઘટના બની છે કે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે કોઈ ટીમને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 61 રન બનાવવાના હોય અને તે ટીમ એક બોલ બાકી રહેતા જીતી જાય. ચોક્કસ તમે કહેશો કે આવું ન થઈ શકે. પરંતુ આ બન્યું છે. હા, યુરોપિયન લીગમાં એક ટીમને જીતવા માટે છેલ્લા 12 બોલમાં 61 રન બનાવવાના હતા અને તે ટીમે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ ટીમની જીતની સંભાવના માત્ર એક ટકા હતી, તેમ છતાં તેણે ટેબલ ફેરવ્યું અને હારી ગયેલી મેચ જીતી લીધી.
ADVERTISEMENT
Austria chase 6️⃣1️⃣ runs in last 2 overs! 🤯#EuropeanCricket #EuropeanCricketInternational #StrongerTogether pic.twitter.com/Y8bLptmT56
— European Cricket (@EuropeanCricket) July 15, 2024
આ મેચ ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરીને રોમાનિયાએ 10 ઓવરમાં 168 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. રોમાનિયા માટે વિકેટકીપર બેટ્સમેન આર્યન મોહમ્મદે 104* રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રિયાનો સ્કોર 8 ઓવરમાં માત્ર 107 રન હતો. હવે અહીંથી ટીમને જીતવા માટે છેલ્લી બે ઓવરમાં 61 રન બનાવવાના હતા. જીતની સંભાવના માત્ર એક ટકા હતી, કારણ કે દરેક ઓવરમાં 30.5 રન બનાવવાના હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ICCના રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ ચળક્યો! હાર્દિક પંડયાને નુકસાન, ટોપ 10માં ત્રણ ભારતીય
ઓસ્ટ્રિયાએ 9મી ઓવરમાં 41 રન બનાવ્યા હતા. આમાં 9 રન વધારાના હતા અને બાકીના તમામ રન બાઉન્ડ્રીમાં આવ્યા હતા. હવે છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી, જે ઑસ્ટ્રિયાએ માત્ર પાંચ બોલમાં બનાવ્યા અને એક બોલ બાકી રહેતા ટાર્ગેટ પુરો કરી લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.