european parliamentary panel meets pm narendra modi and nsa ajit doval to visit kashmir
સંબોધન /
કાશ્મીરની મુલાકાતે આવેલા યુરોપિયન સાસંદોને PM મોદીએ કહ્યું, આટલું ખાસ કરજો
Team VTV06:06 PM, 28 Oct 19
| Updated: 06:20 PM, 28 Oct 19
યૂરોપીય યૂનિયન (ઇયૂ) સાંસદોના પ્રતિનિધિમંડળે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને સાંસદોની વચ્ચે કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઇ. મોદીએ પોતાના સંબોધન દરમિયાન સાંસદોને કાશ્મીર સહિત ભારતના અન્ય ભાગની મુલાકાત માટે શુભકામનાઓ પાઠવી.
ઇયુના પ્રતિનિધિમંડળે PM મોદી અને અજીત ડોભાલની મુલાકાત લીધી
ઇયુના પ્રતિનિધિમંડળે PM મોદી સાથે કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી
વડાપ્રધાને કહ્યું કે આતંકવાદના ખાતમા માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી જોઇએ
વડાપ્રધાને કહ્યું કે જે પણ દેશ આતંકવાદનું સમર્થન કરે છે, તેની વિરુદ્ધ જલ્દી કાર્યવાહી કરવાની જરુર છે. વડાપ્રધાને કહ્યું કે આતંકવાદના ખાતમા માટે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવી જોઇએ.
વડાપ્રધાને કહ્યું, ઇયુ પ્રતિનિધિમંડળ એટલુ ખાસ કરે ત્યાંની સંસ્કૃતિ અને વૈવિધ્યતા વિશે જાણે, કાશ્મીરના લોકોને મળે. જેથી જમ્મૂ કાશ્મીર પ્રવાસ બાદ ડેલિગેશન ત્યાંની સંસ્કૃતિ અને ધાર્મિક વિવિધતા વિશે વધારે સારી રીતે સમજી શકશે. સાથે જ તેમને સરકારના વિકાસ અને શાસનની પ્રાથમિકતાઓ પણ દેખાશે. સાંસદોનું દળ મંગળવારે કાશ્મીર જશે.
US સાંસદ કાશ્મીરમાં પ્રવેશની કરી ચૂક્યા છે માંગ
આ પહેલા અમેરિકાના 6 સાંસદોએ ભારતીય રાજદુત હર્ષવર્ધન શ્રૃંગલાને પત્ર લખીને માંગ કરી હતી કે તેમને અને વિદેશી પત્રકારોને કાશ્મીર જવાની અનુમતિ આપવામાં આવે. અમેરિકી સાંસદોએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે કાશ્મીર ખીણને લઇને ભારત તરફથી જે તસવીર રજૂ કરવામાં આવી રહી છે. તે તેમના સહયોગીઓની બતાવામાં આવેલ સ્થિતિથી અગલ છે. પત્રમાં તમામ રાજનૈતિક પ્રતિબંધોને તાત્કાલિક દુર કરવાની માંગ કરવામાં આવી.
જમ્મૂ કાશ્મીરના 10 જિલ્લામાં પોસ્ટપેડ મોબાઇલ સેવા પ્રતિબંધ લગાવ્યાના 70 દિવસ બાદ શરૂ કરવામાં આવી હતી. અનુચ્છેદ 370 હટાવવા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લેતા 5 ઓગસ્ટથી તમામ મોબાઇલ અને લેન્ડલાઇન સેવાઓ બંધ કરી દેવાઇ હતી.