Sunday, May 26, 2019

હવે માત્ર 10 રૂપિયામાં જ થશે સૌની સારવાર મોદી સરકારની મોટી ગિફ્ટ

હવે માત્ર 10 રૂપિયામાં જ થશે સૌની સારવાર  મોદી સરકારની મોટી ગિફ્ટ
સામાન્ય લોકોને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મોદી સરકાર સતત મોટા-મોટા નિર્ણયો કરી રહેલ છે. વીતેલા સપ્ટેમ્બર મહીનામાં સરકારે જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારતને લોન્ચ કરેલી હતી. ત્યારે હવે સરકારે વધુ એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે.

આ અંતર્ગત હવે સામાન્ય માનવીને પણ ઇમ્પ્લાઇ સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESICની હોસ્પિટલોમાં સારવાર કરાવવાની પરવાનગી મળી ગઇ છે. એટલે કે હવે કોઇ પણ વ્યક્તિ હોસ્પિટલોમાં સારવાર કરાવી શકશે. મહત્વની વાત એ છે કે સારવાર માટે દર્દીને માત્ર હવે 10 રૂપિયા ખર્ચ કરવાનાં રહેશે.

જો કે દર્દીનાં હોસ્પિટલમાં ભરતી થવાની સ્થિતિમાં કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય સેવા પેકેજ દરનાં 25 ટકા ફીસ દેવાની રહેશે. આ સિવાય દર્દીને દવાઓ વાસ્તવિક કિંમત પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાંથી સામાન્ય લોકોને સસ્તા દરે ઉચ્ચ સ્તરીય સારવારની સુવિધા મળશે.હાલનાં સમયમાં ESICનાં દેશભરમાં 150થી પણ વધારે હોસ્પિટલ અને અંદાજે 17 000 બેડ છે. આ હોસ્પિટલોમાં સામાન્યથી લઇને ગંભીર બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ છે. અત્યાર સુધી આ હોસ્પિટલોમાં ઇએસઆઇસીનાં કવરેજમાં શામેલ લોકોને સારવારની સુવિધા મળતી હતી પરંતુ હવે સરકારે આને સામાન્ય લોકો માટે પણ ખોલી દીધેલ છે. તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર મહીનામાં મોદી સરકારે આયુષ્માન યોજનાની શરૂઆત કરી હતી.

આ યોજના અંતર્ગત વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. આમાં અંદાજે દરેક ગંભીર બીમારીઓને શામેલ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કયા પરિવાર આવશે તેનો નિર્ણય આર્થિક આધાર પર હોય છે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ