માણસા / ધોરણ 12ની પરીક્ષામાં પૂછાયો અજીબ પ્રશ્ન, પ્રશ્નપત્રનો ફોટો થયો વાયરલ

માણસામાં ધોરણ 12ની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો હતો. પ્રશ્નપત્રમાં દારૂડિયાના ત્રાસ વિશેની અરજીનો પ્રશ્ન પૂછાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પ્રથમ વાર્ષિક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો. પેપરમાં દારૂડિયાના ત્રાસ વિશેની અરજી લખવાનો પ્રશ્ન પૂછાતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે. પ્રશ્નપત્રનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક બાજુ સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને બીજી બાજુ પરીક્ષામાં દારૂના ત્રાસ વિશેની અરજી લખવાનો પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે તંત્રએ કરેલા દાવાઓને લઈને અનેક સવાલો ઉભા થયા છે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ