સંજય લીલા ભણસાલીએ ઇરોઝ નાઉને મોટો ઝટકો આપ્યો છે. ઇરોઝ અને સંયલ લીલાએ સાથે મળીને ઘણી સુપરહીટ મૂવીઝ આપી છે અને હવે તેણે પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરી લીધો છે.
સંજય લીલા ભણસાલીએ આપ્યો ઇરોસને મોટો ઝટકો
બાજીરાવ મસ્તાની અને રામલીલા વચ્ચે મામલો અટક્યો
બંને ફિલ્મના કોપીરાઇટને લઇને મામલો વણસ્યો
મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો ભણસાલી પ્રોડક્શને એક નિવેદન આપ્યુ છે કે ઇરોસ ઇન્ટરનેશનલ સાથે પોતાની ફિલ્મો રામલીલા અને બાજીરાવ મસ્તાનીને લઇને બધા જ કોન્ટ્રાક્ટ પૂરા કરી દીધા છે. કંપનીએ તેની સાથે તે લોકોને પણ સૂચના આપી દીધી છે કેજે ફિલ્મોના પ્રચાર, પ્રસાર અને પ્રદર્શનમાં કોઇ પણ પ્રકારે ઇરોસ સાથે જોડાયેલા છે.
ગયા વર્ષે ઇરોઝ નાઉમાં થયેલ ફેરફાર પછી, જે કંપની તેને ચલાવે છે તે હવે ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશન બની ગઇ છે. કંપની તેના ઓટીટીને દેશી ઓટીટી તરીકે ગણાવી રહી છે પરંતુ આ કંપની એક અમેરિકન કંપની બની ગઈ છે કારણ કે તે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજમાં નોંધાયેલ છે. પોતાને દક્ષિણ એશિયાના અગ્રણી એન્ટરટેઇનમેન્ટ પ્લેટફોર્મ તરીકે ગણાવતા ઓટીટી ઇરોસ નાઉએ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે હાલમાં જ આરબ દેશોની કેટલીક કંપનીઓ સાથે મોટા કરાર કર્યા છે.
આ ફેરબદલ પછીથી સંજય લીલ ભણસાલીની કંપની ભણસાલી પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ તેના નિર્ણય અંગે ઇરોસ નાઉ સાથે અસહમત છે. કંપનીને સૌથી મોટો વાંધો એ હતો કે ઇરોસના નવા કરારમાં તેની ફિલ્મો તે દેશોમાં પણ ઇરોઝ ગ્રાહકો જોઈ શકશે, જેના માટે કંપનીએ આ ફિલ્મોના હક અન્ય કંપનીઓને વેચી દીધા છે. ફિલ્મ્સના પ્રમોશન માટે ભણસાલીની કંપની અને ઇરોસ વચ્ચેનો કરાર કેટલાક દેશ માટે જ કરવામાં આવ્યો હતો.