બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / epfo ppo number is compulsory for pension if you lost it see the process to get it back through epfo

તમારા કામનું / 12 આંકડાના આ નંબરને સાચવી રાખજો, નહીં તો રોકાઈ જશે પેન્શનના પૈસા, ઘરે બેઠા આ રીતે ફરીથી મેળવો

Arohi

Last Updated: 04:28 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ કારણોથી તમારો PPO નંબર ખોવાઈ ગયો છે તો તમારૂ પેન્શન રોકાઈ શકે છે.

  • પેન્શનધારકો માટે જરૂરી છે આ નંબર 
  • ખોવાઈ ગયો હોય તો ફરીથી આ રીતે મેળવો 
  • જાણો સંપૂર્ણ પ્રોસેસ 

એમ્પલોઈ પેન્શન સ્કીમ હેઠળ પેન્શનધારકોને (Pensioners) એક યુનિક નંબર આપવામાં આવે છે જેને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) કહે છે. આજ આધાર પર પેન્શનર્સને રિટાયરમેન્ટ બાદ પેન્શન મળે છે. જો કોઈનાથી આ નંબર ખોવાઈ ગયો હોય કે મિસ પ્લેસ થઈ ગયો હોય તો તમારૂ પેન્શન રોકાઈ શકે છે. એવામાં તમે વગર કોઈ ટેન્શને EPFOના જણાવેલા નિયમોને ફોલો કરી તેને ફરી હાસિલ કરી શકો છો. 

ખૂબ જ જરૂરી છે PPO નંબર 
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની(EPFO) તરફથી કોઈ પણ કંપનીથી રિટાયર થયેલા વ્યક્તિનો પીપીઓ નંબર જાહેર કરવામાં આવે છે. તેનાથી વગર પેન્શન નથી મળી શકતું. માટે તેનું હોવું ખૂબ જ જરૂરી છે. હકીકતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની (EPFO)તરફથી લાભાર્થીની ઓળખ માટે આપવામાં આવેલા પીપીઓ નંબરથી સેલરી સ્ટેટસ ચેક કરવા વગેરેની સુવિધા પણ મળે છે. આવો જાણીએ તેના ફરી વખત મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા. 

પીપીઓ નંબર માટે આ રીતે કરો એપ્લાય 

  • પીપીઓ નંબર ખોવાઈ જવા પર તેને ફરી વખત મેળવવા માટે સૌથી પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ઓફિશ્યલ વેબસાઈટ https://www.epfindia.gov.in/site_en/index.php પર જાઓ. 
  • હવે અહીં 'ઓનલાઈન સર્વિસ' સેક્શનમાં  ‘Pensioners Portal’ના વિકલ્પ પર ક્લિક કરો. 
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. ત્યાં તમે 'Know Your PPO No'પર ક્લિક કરો. 
  • અહીં તમે તે બેન્ક એકાઉન્ટ નંબર ભરો જેમાં તમારૂ દરેક મહિને પેન્શન આવે છે. તમે ઈચ્છો તો તમારો PF નંબર નાખીને પણ સર્ચ કરી શકો છો. 
  • બધી ડિટેલ્સ ભર્યા બાદ તેને સબ્મિટ કરી દો. 
  • ત્યાર બાદ તમને તમારો પીપીઓ નંબર સ્ક્રીન પર જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ