એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)નાણાકીય વર્ષ 2019-20 માટે આ મહિનાના અંત સુધી કર્મચારીઓને પ્રોવિડન્ડ ફંડમાં 8.5 ટકાનું વ્યાજ જમા કરશે. તેનાથી લગભગ 6 કરોડ પીએફ ખાતાધારકોના ખાતામાં ગત નાણાકીય વર્ષ દરમિયાનના વ્યાજની રકમ જમા થશે. આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં EPFOએ વ્યાજને 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં જમા કરાવવાનો નિર્ણય લીધો હતો.
PF ખાતાધારકો માટે કામના સમાચાર
આ મહિને 6 કરોડ લોકોના ખાતામાં જમા થયા પૈસા
પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરવા કરી લો આ કામ
સૂત્રોના મુજબ, શ્રમ મંત્રાલયએ ફાઈનાન્સ મિનિસ્ટ્રીને 2019-20 માટે EPFમાં એકવારમાં 8.5 ટકાના વ્યાજ આપવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ આ મહિને મોકલવામાં આવ્યો છે. સૂત્રએ કહ્યું કે આ પ્રસ્તાવ પર ફાઇનાન્સ મિનિસ્ટ્રીની મંજૂરી થોડાં દિવસમાં મળવાની આશા છે. એવામાં અંશધારકોના ખાતામાં વ્યાજ આ મહિને જમા કરવામાં આવશે. આ પહેલાં નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ માટે વ્યાજ પર કેટલાક સ્પષ્ટીકરણ માંગ્યા છે.
મિસ્ડ કોલના દ્વારા જાણો PFનું બેલેન્સ
યૂએએન પોર્ટલ પર રજિસ્ટર્ડ સભ્ય મિસ્ડ કોલ કરીને પોતાના એકાઉન્ટનું બેલેન્સ જાણી શકે છે.
પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો. ત્યારબાદ EPFOના મેસેજ દ્વારા PFની વિગતો મળી જશે.
આ કોલ બે રિંગ બાદ આપમેળે કટ થઈ જશે. આ સર્વિસ માટે કોઈ પણ ચાર્જ લાગતો નથી.
EPFO યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન)ની સર્વિસ આપે છે, તેના દ્વારા ખાતાધારક પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકે છે.
આ નંબર બેંક એકાઉન્ટની જેમ જ હોય છે. પોતાના UAN નંબરને એક્ટિવેટ કરવા માટે આ લિંક https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface પર ક્લિક કરી શકો છો.
તમને જણાવી દઈએ કે, શ્રમ મંત્રી ગંગવારની આગેવાનીવાળી EPFO માટે નિર્ણય લેનારી CBTની માર્ચમાં યોજાયેલી બેઠકમાં 2019-20 માટે EPF પર 8.5 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી. CBTની માર્ચમાં થયેલી બેઠકમાં 8.5 ટકા વ્યાજ આપવાની પ્રતિબદ્ધતાને પૂરી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેની સાથે જ CBTએ નક્કી કર્યું હતું કે 8.5 ટકાના વ્યાજને બે હપ્તામાં 8.15 ટકા અને 0.35 ટકામાં અંશધારકોના ખાતામાં જમા કરવામાં આવશે.