બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPF, PPF કે NPS? આ ત્રણમાંથી કઇ સ્કીમ રિટાયરમેન્ટ માટે બેસ્ટ? જાણો ફાયદા
Last Updated: 10:07 PM, 24 June 2024
દરેક વ્યક્તિએ પોતાના ભવિષ્ય માટે પ્લાનિંગ કરીને રાખવું જોઈએ,જેથી કરીને કોઈની સામે હાથ લંબાવવાની જરૂર ના પડે. જો તમે રિટાયરમેન્ટનો પ્લાન બનાવો છો તો તમારી પાસે ત્રણ બેસ્ટ ઓપ્શન ઉપલબ્ધ છે. તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) નેશનલ પેન્શન સ્કીમ (NPS), કે પછી એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ(EPF)માં રોકાણ કરી ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો. આજે આપણે આ ત્રણ યોજના વિશે જાણીશું કે કઈ યોજના તમારા માટે બેસ્ટ છે.
ADVERTISEMENT
EPF
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સ્થાપના 4 માર્ચ 1952માં કરવામાં આવી હતી. તેમાં ભવિષ્યનો ફંડ, પેન્શન અને વીમા જેવા અનેક લાભ આપવામાં આવે છે. તેમાં એમ્પ્લોઈના પગારમાંથી 12 ટકા પૈસા કપાય છે અને સામે એટલા જ ટકા એમ્પ્લોયર એડ કરે છે. યોજનામાં કમ્પાઉન્ડ વ્યાજ મળે છે. તેમાં ટેક્સ બેનિફિટની સાથે સારું રિટર્ન પણ મળે છે.
ADVERTISEMENT
NPS
નેશનલ પેન્શન સ્કીમ એક સરકારી યોજના છે. જેનાથી તમે રિટાયરમેન્ટ બાદની જિંદગી આસાન બનાવી શકો છો. આ યોજનામાં તમે દર મહિને 6000 રૂપિયા રોકાણ કરી શકો છો અને 60 વર્ષની ઉંમર બાદ 50,000 રૂપિયાનું પેન્શન લઇ શકો છો. આ યોજનામાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. જેમાં તમે 5000 રૂપિયા જમા કરી પણ એકાઉન્ટ ખોલાવી શકો છો. રિટાયરમેન્ટ બાદ એક સાથે 60 ટકા રકમ ઉપાડી શકો છો અને બાકીની 40 ટકા રકમથી એન્યુટી ખરીદી શકો છો.
વધુ વાંચોઃ આ એપ પરથી LPG ગેસ સિલિન્ડર બુક કરવાથી મળશે કેશબેક, બસ કરવું પડશે આ કામ
PPF
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સ્મોલ સેવિંગ સ્કીમ છે. તેમાં વર્ષે ઓછામાં ઓછાં 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકાય છે. તેમાં બેંક કે પોસ્ટ ઓફિસ કરતા વધુ વ્યાજ મળે છે. જેમાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્રણ વર્ષ રોકાણ કર્યા બાદ તેની પર લોન પણ લઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.