બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / EPF કે PPF? બંને વચ્ચે છે કેટલો તફાવત, જાણો તેનાથી થતા ફાયદા અને નુકસાન
Last Updated: 02:37 PM, 13 July 2024
ભારતની કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કેટલીક બચત યોજના પણ સામેલ છે. આ બચત યોજનામાં EPF અને PPF ખૂબ પોપ્યુલર છે. કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજનામાં કેટલુક અંતર છે. આજે તે અંતર વિષે જાણીશું.
ADVERTISEMENT
વધુ વાંચો : શેર-સટ્ટામાં આ લોકો હોય છે કિંગ, જેના હાથમાં હોય છે રાહુ રેખા, જીવે છે રાજા જેવું જીવન
ADVERTISEMENT
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એક રિટાયરમેન્ટની યોજના છે. જેમાં કર્મચારીની સેલરીનો એક હિસ્સો PF એકાઉન્ટમાં જમાં થાય છે. સામે એટલી જ રકમ એમપ્લોયર જમાં કરે છે. અહીંયા જમાં થયેલી રકમ પર 8.25 ટકા વ્યાજ મળે છે. EPFનું ખાતુ રિટાયરમેન્ટ સુધી ચાલુ રહે છે. રિટાયરમેન્ટના બે મહિના બાદ આ પૈસા ઉપાડી શકાય છે. જો તમે 5 વર્ષ પહેલાં 50000થી વધુ રૂપિયા ઉપાડો છો તો TDS કપાય છે. IT એક્ટ 80C હેઠળ ટેક્સમાં પણ રાહત મળે છે.
આ યોજનામાં દરેક ભારતીય પૈસા રોકી શકે છે. સગીર પણ તેના વાલીના નામે ખાતુ ખોલાવી શકે છે. અહીંયા તમને દર વર્ષે 7.1 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા જમાં કરાવવા પડે છે. PPFમાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. રોકાણ કરેલા 1.5 લાખ રૂપિયા પર ટેક્સમાં રાહત પણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.