જો તમે EPF એકાઉન્ટને માન્ય પાનકાર્ડ સાથે લિંક નહીં કર્યું હોય તો તમારો TDS 20 ટકાના દરે કાપવામાં આવશે.
PF એકાઉન્ટને પાનકાર્ડ (PANCARD) સાથે લિંક કરવું આવશ્યક
EPF એકાઉન્ટ માન્ય પાનકાર્ડ સાથે લિંક હશે તો TDS 10 ટકાના દરે કપાશે
EPF એકાઉન્ટ માન્ય પાનકાર્ડ સાથે લિંક નહીં હોય તો TDS 20 ટકાના દરે કપાશે
જો તમે પગારદાર કર્મચારી છો અને તમારી પાસે EPFO સાથે PF એકાઉન્ટ છે, તો તમારે તમારા PF એકાઉન્ટને પાનકાર્ડ (PANCARD) સાથે લિંક કરવું આવશ્યક છે. નહીં તો તમારે ડબલ TDS ચૂકવવો પડી શકે છે.
EPF એકાઉન્ટ પાનકાર્ડ સાથે લિંક નહીં હોય તો TDS 20 ટકાના દરે કપાશે
EPFO દ્વારા જારી કરાયેલા એક પરિપત્ર મુજબ, જો EPF એકાઉન્ટ માન્ય પાનકાર્ડ સાથે લિંક હશે તો TDS માત્ર 10 ટકાના દરે કાપવામાં આવશે. જો EPF એકાઉન્ટ માન્ય પાનકાર્ડ સાથે લિંક નહીં હોય તો TDS 20 ટકાના દરે કાપવામાં આવશે. EPFO ના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રત્યેક દિવસના વિલંબ પર 200 રૂપિયાનો ચાર્જ લાગશે. જો કે, લેટ ફી ટીડીએસની રકમથી વધારે ન હોવી જોઈએ.'' કરપાત્ર આવક મેળવનાર તમામ કરદાતાએ આવકવેરા કાયદાની કલમ 206AA હેઠળ EPFO ને PAN નંબર આપવો આવશ્યક છે.
પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો PF એકાઉન્ટ સાથે PAN લિંક કરવામાં નથી આવ્યું તો ટેક્સ નીચા દરો પર વસૂલવામાં આવશે (જે વધુ હોય તે):
(i) આવકવેરા અધિનિયમની કલમ 206AA સંબંધિત જોગવાઈમાં દર્શાવવામાં આવેલ દર; અથવા
(ii) લાગુ પડતા દર અથવા દરો પર; અથવા
(iii) 20 ટકાના દરે (કલમ 194A અને કલમ 206AA)
જાણો કેવી રીતે EPF એકાઉન્ટ સાથે PAN કાર્ડને લિંક કરાશે
સૌ પહેલાં તમારે EPFO UAN મેમ્બર સર્વિસ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે.
હવે મુખ્ય મેનુ પર ક્લિક કરો.
હવે ત્યાર બાદ KYC પર ક્લિક કરો.
અહીં તમારે પાનકાર્ડ સિલેક્ટ કરી PAN નંબર એન્ટર કરવાનો રહેશે.
ત્યાર બાદ તમારું પીએફ એકાઉન્ટ પાનકાર્ડ સાથે લિંક થઈ જશે.
જો તમારું નામ અને નંબર IT વિભાગના ડેટા સાથે મેળ ખાય છે, તો તમારા PAN ની તુરંત પુષ્ટિ થઇ જશે. એક વાર તમારું PAN તમારા PF એકાઉન્ટ સાથે યોગ્ય રીતે લિંક થઈ જાય તો તે તમારા 'મેમ્બર પ્રોફાઇલ' ટેબલમાં તે દેખાઇ જશે.