બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઋષભ પંતના સ્થાને રિંકુ સિંહની એન્ટ્રી, મેચ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર
Last Updated: 10:25 PM, 10 September 2024
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પછી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની ટીમોમાં મોટો ફેરફાર થયો છે. રિંકુ સિંહને ઋષભ પંતની જગ્યાએ ઈન્ડિયા-બી ટીમમાં જગ્યા મળી છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પછી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની ટીમોમાં મોટો ફેરફાર થયો છે. રિંકુ સિંહને ઋષભ પંતની જગ્યાએ ઈન્ડિયા-બી ટીમમાં જગ્યા મળી છે. ઋષભ પંત, કેએલ રાહુલ અને શુભમન ગિલ સહિત બાંગ્લાદેશ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓને 12 સપ્ટેમ્બરથી શરૂ થતી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે આરામ આપવામાં આવ્યો છે. આકાશ દીપ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલને પણ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
યશ દયાલ અને સરફરાઝ મેચ રમશે
જોકે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ અને સરફરાઝ ખાનને દુલીપ ટ્રોફીમાંથી હટાવવામાં આવ્યા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પસંદગીકારોએ પ્રથમસિંહ (રેલવે)ને ગિલના વિકલ્પ તરીકે, અક્ષય વાડકર (વિદર્ભ)ને કેએલ રાહુલના વિકલ્પ તરીકે અને એસકે રશિદ (આંધ્ર)ને જુરેલના વિકલ્પ તરીકે પસંદ કરાયા છે. નિવેદન અનુસાર 'ટીમમાં કુલદીપની જગ્યા લેફ્ટ આર્મ સ્પિનર શમ્સ મુલાની લેશે, જ્યારે આકાશ દીપની જગ્યાએ આકિબ ખાન (ઉત્તર પ્રદેશ)ની પસંદગી કરવામાં આવી છે.
ADVERTISEMENT
પંતની જગ્યાએ રિંકુ સિંહ
ADVERTISEMENT
શુભમન ગિલની જગ્યાએ મયંક અગ્રવાલને ઈન્ડિયા 'A' ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પસંદગીકારોએ યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતના વિકલ્પ તરીકે સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને પસંદ કર્યા છે. ભારત 'ડી' ટીમમાં અક્ષરની જગ્યાએ નિશાંત સંધુને સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે નાની ઈજાને કારણે મેચમાંથી બહાર છે. રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ઈન્ડિયા 'સી' ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર 2022 પછી પહેલીવાર રેડ બોલ ક્રિકેટ રમી રહેલા રિષભ પંતે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં પ્રભાવિત કર્યા હતા.
બીજા રાઉન્ડ માટે દુલીપ ટ્રોફીની ટીમ
ADVERTISEMENT
ઇન્ડિયા એ ટીમઃ મયંક અગ્રવાલ (કેપ્ટન), રાયન પરાગ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, અવેશ ખાન, કુમાર કુશાગરા, શાશ્વત રાવત, પ્રથમ સિંહ, અક્ષય વાડકર, એસકે રશીદ, શમ્સ મુલાની અને આકિબ ખાણ.
આ પણ વાંચોઃ હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ ક્યારેય રિજેક્ટ નહીં થાય, પોલિસી ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
ADVERTISEMENT
ઈન્ડિયા બી ટીમ: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), સરફરાઝ ખાન, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મુકેશ કુમાર, રાહુલ ચાહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન, સુયશ પ્રભુદેસાઈ, રિંકુ સિંહ અને હિમાંશુ મંત્રી.
ઈન્ડિયા ડી ટીમઃ શ્રેયસ ઐયર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, રિકી ભુઈ, સરંશ જૈન, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, આકાશ સેનગુપ્તા, કેએસ ભરત, સૌરભ કુમાર, સંજુ સેમસન, નિશાંત સંધુ અને વિદથ કાવેરપ્પા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.