બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતના આ ટાપુઓમાં અવરજવર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા નિર્ણય
Last Updated: 07:49 PM, 25 July 2024
કચ્છના વિવિધ નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.. આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા માટે આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. અસામાજિક તત્વો દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા આ ટાપુઓનો ઉપયોગ કરે તેવી પુરી સંભાવનાને પગલે પ્રતિબંધ મૂકાયો છે.
ADVERTISEMENT
વડોદરામાં વિશ્વામીત્રી નદીનું જળસ્તર વધવાને કારણે કાલાઘોડા બ્રિજ બંધ
બીજી તરફ વડોદરાની વાત કરીએ તો વિશ્વામીત્રી નદીનું જળસ્તર વધવાને કારણે કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.. વિશ્વામિત્રી નદી ની ભયજનક સપાટી 26 ફૂટ છે . હાલ વિશ્વામિત્રી નદીની જળસપાટી 28.05 ફૂટ નોંધાઈ છે. આ નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે.. ત્યારે તંત્ર દ્વારા જે કાલાઘોડા બ્રિજ બંધ કરાયો છે.. અને વાહનો માટે નીચે દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન અપાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT