બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : ભરપૂર એક્શન અને દમદાર ડાયલોગ, રણવીરની ફિલ્મ 'ધુરંધર'નો ફર્સ્ટ લુક આઉટ
Priyankka Triveddi
Last Updated: 03:07 PM, 6 July 2025
Dhurandhar Teaser: બૉલીવુડ ફિલ્મ રસિકો માટે એક જબરદસ્ત એક્શન પેક્ડ વિઝ્યુલ ટ્રીટ લઈને આ વર્ષે આવી રહ્યા છે 'URI'ના ડિરેક્ટર આદિત્ય ધર. આદિત્યની આગામી સ્ટાર સ્ટડેડ ફિલ્મ 'ધુરંધર'ની ફર્સ્ટ લુક ટીઝર રીલીઝ થયું છે. અને રીલીઝ થતાંની સાથે જ ફેન્સને જબરદસ્ત પસંદ પણ આવી રહ્યું છે. એકટર રણવીર સિંઘના જન્મ દિવસ નિમિત્તે આ ટીઝર રીલીઝ કરીને રણવીરે તેના ફેન્સને એક જબરદસ્ત સરપ્રાઈઝ આપી છે.
ADVERTISEMENT
અભિનેતાની આગામી ફિલ્મ 'Dhurandhar'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં રણવીરનો અદ્ભુત અવતાર જોવા મળી રહ્યો છે. જેના કારણે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સાહ વધી ગયો છે. આ ખાસ પ્રસંગે નિર્માતાઓએ 'Dhurandhar'ની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. 'ધુરંધર' ફિલ્મમાં રણવીર સિંહનો રફ અને બોલ્ડ લુક, લાંબા વાળ, વધેલી દાઢી અને મોઢામાં સિગારેટ સાથે રિલીઝ થયો છે. આ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે જેમાં રણવીર સિવાય પણ મોટા ગજાના ક્લાકરો જોવા મળશે.
આ ફિલ્મમાં રણવીર સિંઘ સાથે સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરીને લખ્યું -
ADVERTISEMENT
' An Inferno will rise 🔥
Uncover the true story of The Unknown Men ⚔️
ADVERTISEMENT
ADVERTISEMENT
'ધુરંધર'નું ટીઝર કેવું છે?
'ધુરંધર'નું ટીઝર રણવીર સિંહના ગેંગસ્ટર અવતાર અને આર માધવનના અવાજમાં શક્તિશાળી સંવાદોની ઝલક સાથે શરૂ થાય છે. તે કહે છે- 'ઘણા વર્ષો પહેલા કોઈએ મને કહ્યું હતું કે, અમે પડોશમાં રહીએ છીએ, તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો, જે કંઈ બગાડી શકો છો તે બગાડો, તેને બગાડવાનો સમય આવી ગયો છે.' આ પછી રણવીર સિંહ સંપૂર્ણ એક્શનમાં જોવા મળે છે. તે કહે છે- 'હું ઘાયલ છું, તેથી જ ઘાતક છું.' ફિલ્મમાં રણવીર સિંહ અભિનેત્રી સારા અર્જુન સાથે રોમાન્સ કરતો જોવા મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઈમોશનથી ભરપૂર છે કાલીધર લાપતા, આ ત્રણ કારણ તમને જોવા માટે કરશે મજબૂર
ADVERTISEMENT
ધુરંધર રિલીઝ ડેટ
આદિત્ય ધાર દ્વારા નિર્દેશિત ગેંગસ્ટર-ડ્રામા ફિલ્મ 'ધુરંધર'નું નિર્માણ લોકેશ ધાર અને જ્યોતિ દેશપાંડે દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન રામપાલ, આર માધવન અને અક્ષય ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં બધા કલાકારો સંપૂર્ણ એક્શન મોડમાં જોઈ શકાય છે. 'ધુરંધર' આ વર્ષે 5 ડિસેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.