બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મેલબોર્ન કોન્સર્ટમાં એવું તે શું થયું કે રડી પડી નેહા કક્કડ, ફેન્સે કહ્યું 'વાપસ જાઓ'
Last Updated: 08:52 AM, 25 March 2025
જાણીતી બૉલીવુડ સિંગર નેહા કક્કડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સિંગર રડતી અને માફી માંગતી નજર આવતી રહી છે. આ વીડિયો તાજેતરનો છે અને મેલબોર્નના એક કોન્સર્ટ દરમિયાનના વીડિયોની શું છે હકીકત ચાલો જાણીએ.
ADVERTISEMENT
બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કર ઘણીવાર તેના ગાયકી માટે હેડલાઇન્સમાં રહે છે. નેહા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મેલબોર્ન કોન્સર્ટનો છે. આ વીડિયોમાં નેહા ખૂબ રડતી જોવા મળી રહી છે. આ વીડિયો રેડિટ પર વાયરલ થઈ રહ્યો છે.
Neha Kakkar crying for being 3 hrs late at a Melbourne show
— Redditbollywood (@redditbollywood) March 24, 2025
She also performed for less than 1 hour #NehaKakkar pic.twitter.com/TGyhaeCjpu
ADVERTISEMENT
મેલબોર્નમાં કોન્સર્ટ
વાત જાણે એમ છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં નેહ કક્કડ તેના લાઈવ કોન્સર્ટમાં 3 કલાક મોડી પહોંચી હતી. અને ત્યાં હાજર દર્શકો તેની આ હરકતથી એટલા હેરાન થઈ ગયા હતા કે 3 કલાક રાહ જોવડાવ્યા પછી જ્યારે સિંગર સ્ટેજ પર આવી તો ભીડે તેને પાછા જતાં રહેવા કહ્યું. અને આ ઘટનાને પગલે નેહાએ ત્રણ કલાક મોડા પહોંચવા બદલ તેના ચાહકોની ખૂબ માફી માંગી અને સ્ટેજ પર જ રડવા લાગી.વીડિયોમાં જોઈ શકાય છે કે નેહા તેના ચાહકોની માફી માંગી રહી છે. નેહા કહી રહી છે કે "મિત્રો, તમે ખરેખર ખૂબ જ પ્રેમાળ છો કે તમે આટલી લાંબી રાહ જોઈ અને ધીરજ રાખી."
નેહાએ માંગી માફી
નેહાએ માફી માંગ્યા પછી એ પણ કહ્યું કે "મે મારા જીવનમાં આટલી બધી રાહ ક્યારેય કોઈને નથી જોવડાવી. મને પોતાને આ વાતથી નફરત છે અને તમે લોકો ખરેખર ખૂબ પ્રેમાળ છો કે આટલા લાંબા સમયથી મારી રાહ જોઈ રહ્યા છો. મને ખૂબ ખરાબ લાગી રહયું છે. આ સાંજ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, મને આ સાંજ હંમેશા યાદ રહેશે. આજે તમે મારા માટે ખૂબ જ કિંમતી સમય કાઢ્યો છે. હું ધ્યાન રાખીશ કે હવે તમને બધાને મોજ કરાવીને નચાવું"
વધુ વાંચો: PM મોદી પર ચઢ્યો 'છાવા'નો ખુમાર! આ તારીખે જોશે ફિલ્મ, કેબિનેટ મંત્રીઓ-સાંસદો રહેશે સાથે
ઘણા ચાહકોએ ટીકા કરી
આ વીડિયોમાં ઘણા દર્શકો નેહાની રાહ જોવા બદલ ટીકા કરતા સાંભળી શકાય છે. વીડિયોમાં એક યુવકે કહ્યું 'પાછા જાઓ અને તમારી હોટેલમાં આરામ કરો.' બીજા એક યુવાને કહ્યું, 'ખૂબ જ સારો અભિનય.' આ ઇન્ડિયન આઇડોલ નથી. તમે બાળકો સાથે પરફોર્મ નથી કરી રહ્યા. બીજા યુવકે કહ્યું, 'આ ભારત નથી, તું ઓસ્ટ્રેલિયામાં છે.' મેલબોર્ન કોન્સર્ટમાં પરફોર્મ કરતા પહેલા નેહાએ સિડનીમાં પરફોર્મ કર્યું હતું અને આ કાર્યક્રમની કેટલીક તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે લખ્યું ' નેહા કક્કડ આજે રાત્રે મેલબોર્નમાં લાઈવ.આભાર સિડની'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.