બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:31 PM, 13 April 2025
એક સમયે મહાકુંભથી વાયરલ થઈને લોકોનાં દિલોમાં જગ્યા બનાવનાર મોનાલિસા આજે પણ પોતાની અનોખી શૈલીથી ઈન્ટરનેટ પર છવાયેલી છે. પોતાના સોશિયલ મીડિયા પર આવરનવાર કોઇ પણ ગીત પર અલગ અલગ અંદાજ પર રીલ્સ બનાવતી નજરમાં આવે છે.
ADVERTISEMENT
હાલમાં મોનાલિસાએ સફેદ રંગની સુંદર સાડી પહેરીને જૂના બોલિવૂડના આઇકોનિક ગીતો પર રીલ્સ બનાવી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. દરેક રીલમાં તેણે એક જ સાડી પહેરી છે, છતાં દરેક વીડિયોમાં તેનો અંદાજ, અભિવ્યક્તિ અને ભાવનાઓ એકદમ જુદી પડે છે જે તેનો સૌથી મોટો હુનર કહેવાય.
ADVERTISEMENT
એક રીલમાં, તેણે ફિલ્મ ‘વિવાહ’ ના લોકપ્રિય ગીત ‘દો અંજાને અજનબી’ પર અભિનય કર્યું છે. ઓછો મેકઅપ, નાજુક ઇયરિંગ્સ અને સાડીનો સરળ લુક જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઇ ગયા છે. બીજા વીડિયોમાં તેણે લતા મંગેશકરના અવાજમાં આવેલું અમર ગીત ‘છોડો હટો જાઓ પાકડો ના બહિયાં’ પર અભિનય કર્યું છે. ગીતમાં મોનાલિસાના એક્સપ્રેશન્સ અને ટાઈમિંગ ચાહકોના દિલને જીતી લે છે.
ત્રીજા રીલમાં, તેણે આશા ભોંસલે અને મોહમ્મદ રફીના ગીત ‘અચ્છા જી મેં હારી ચલો’ પર એક શરારતી અંદાજમાં પર્ફોર્મ કર્યું છે. આ ગીત 1958 ની ફિલ્મ ‘કાલા પાણી’ માંથી છે અને આજે પણ લોકોના દિલમાં વસેલું છે. છેલ્લી રીલમાં, તેણે લતા મંગેશકરના મીઠા ગીત ‘તેરે હોતો પર અપની મુસ્કાન રખ દૂન’ પર અભિનય કર્યું છે. મોનાલિસાની અભિવ્યક્તિ એટલી અસરકારક છે કે લોકો રીલ્સ વારંવાર જોવાનું પસંદ કરે છે.
મોનાલિસાની દરેક રીલ પર હજારો લાઇક્સ, શેર અને કોમેન્ટ્સ મળી રહ્યા છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે. કોઈએ લખ્યું, “આજના સમયમાં આવી કુદરતી સુંદરતા બહુ જ ઓછી જોવા મળે છે,” તો બીજા યૂઝરે લખ્યું, “હવે તો ફક્ત મોનાલિસાની રીલ્સ જ ફીલ આપે છે.” સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે મોનાલિસા હાલમાં એક ટેલિવિઝન શો અથવા મ્યુઝિક વીડિયો માટે પણ ઓફર મળવાના કગારે છે. જો આવું થાય, તો ચાહકો માટે તે એક ખુશખબરથી ઓછી નથી.
આ પણ વાંચો : PM મોદીએ રાજકોટના પરિવારને પત્ર દ્વારા આપ્યો જવાબ, જુઓ શું લખ્યું
મોનાલિસાએ પોતાના ફોલોઅર્સ માટે કહેવું છે કે: “હું ક્યારેય મોટો પ્લાન નથી કરતી. બસ મને જે ગીતો ગમે, જે પહેરવેશ કે લાગણી મનમાં જાગે, તેને હું રીલ્સમાં ઉતારું છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે લોકો મને આટલો પ્રેમ આપશે. આ બધું પ્રેમ માટે છે.”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.