બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / VIDEO : મોનાલિસાને લગ્ન વિશે સવાલ પૂછ્યો તો, આપ્યો જોરદાર જવાબ, જુઓ શું કહ્યું
Last Updated: 11:55 AM, 24 April 2025
મહાકુંભ 2025માં રુદ્રાક્ષની માળા વેચતી 16 વર્ષીય છોકરી મોનાલિસા હવે "વાયરલ ગર્લ" તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશની રહેવાસી મોનાલિસા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે. તેની તસ્વીરો અને વીડિયો ઝડપથી વાયરલ થાય છે.
ADVERTISEMENT
બૉલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે મોનાલિસા
મોનાલિસા બહુ જલ્દી બૉલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહી છે. વાયરલ ગર્લને "ધ ડાયરી ઓફ મણિપુર" ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે. જોકે હવે આ ફિલ્મ પાછળ ખસતી દેખાઈ રહી છે કારણ કે ફિલ્મના ડિરેક્ટર સનોજ મિશ્રા હાલમાં તિહાર જેલમાં છે. તેમ છતાં મોનાલિસા પોતાના ડેબ્યુ માટે તૈયારીઓ કરી રહી છે.
ADVERTISEMENT
લગ્ન વિશે મોનાલિસાએ એવું કંઈક કહ્યું કે...
મોનાલિસા અભ્યાસ સાથે-સાથે એક્ટિંગ પણ શીખી રહી છે. સાથે સાથે તે અનેક શૂટિંગ પણ કરી રહી છે, જેની ઝલક તેના ચાહકોને જોવા મળે છે. મોનાલિસાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં લગ્નને લગતો પ્રશ્ન પૂછાયો હતો. તેના જવાબથી દરેકને આશ્ચર્ય થયું છે.
આ દિવસે મોનાલિસા ખૂબ જ વ્યસ્ત રહે છે. તે રોજબરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાના રિલ્સ વીડિયો શેર કરતી રહે છે. હવે મોનાલિસાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લગ્ન વિશે ખુલાસો કરે છે કે તે ક્યારે લગ્ન કરશે.
મોનાલિસા ક્યારે કરશે લગ્ન?
મોનાલિસા વીડિયોમાં લગ્નના પ્રશ્ન પર કહે છે – “મમ્મી-પપ્પા મને કહે છે પણ હું ના પાડી દઉં છું. મને લગ્ન નથી કરવા. હું વાયરલ થઈ તે પેહલાથી જ મારા મમ્મી-પપ્પાએ મને કહ્યું હતું કે જ્યારે તારી ઈચ્છા હસે ત્યારે જ તારા લગ્ન કરીશું. તો પણ હું એમને કહું છું કે હું ક્યારેય હા નહીં કહું.”
મમ્મી-પપ્પાને છોડીને કોણ જશે?
મોનાલિસાએ કહ્યું – “હું હમણાં લગ્ન નહીં કરું. જ્યારે મને લગ્ન કરવા હશે ત્યારે હું બધાને કહી દઈશ.” મોનાલિસાનો આ જવાબ સાંભળીને તેના ફેન્સના દિલ તૂટી ગયા હશે. મોનાલિસાનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોને આ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વધુ વાંચો: 'લિમિટમાં રહેજો...' કિયારા અડવાણી સાથે પાપારાઝીની હરકત પર સિદ્ધાર્થ મલ્હોત્રા ભડક્યો
મોનાલિસા તસ્વીરોમાં દુલ્હનની જેમ સજેલી જોવા મળી
મોનાલિસા તાજેતરની તસવીરોમાં દુલ્હનની જેમ સજેલી જોવા મળી રહી છે. તેનો મેકઅપ એટલો સરસ છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાનો આ લુક ભારે ધમાલ મચાવી રહ્યો છે. લોકો તસવીરો પર ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.