બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / શું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણીની થશે રિએન્ટ્રી? અસિત મોદીએ આપી હિન્ટ
Last Updated: 02:01 PM, 15 April 2025
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે નાના પડદાના સૌથી લોકપ્રિય સિટકોમ્સમાંથી એક છે. આ શોના તમામ પાત્રો ઘરના સભ્ય જેમ જાણીતા થઈ ચૂક્યા છે, ખાસ કરીને દયાબેન અને જેઠાલાલ. દયાબેનનું પાત્ર દિશા વકાણીએ નિભાવ્યું હતું. તે 9 વર્ષ સુધી શોનો ભાગ રહી અને દયાબેનના પાત્રથી લોકોને હસાવ્યા.
ADVERTISEMENT
જ્યારે દિશા વકાણીએ શો છોડ્યો ત્યારથી ફેન્સ તેમને ખૂબ યાદ કરે છે. હાલ તો એ છે કે મેકર્સ પણ દિશાની જગ્યા નથી ભરી શક્યા. તેઓ તેમને પરત લાવવાનો પ્રયાસ કરે છે પણ એક્ટ્રેસ પરિવારની જવાબદારીઓના કારણે વાપસી કરી શકતી નથી. હવે અસિત મોદીએ ફરી દયાબેન તરીકે દિશાની વાપસી પર નિવેદન આપ્યું છે.
TMKOC માટે દયા ભાભીની શોધ ચાલુ
ADVERTISEMENT
એક તાજેતરના ઇન્ટરવ્યુમાં અસિત મોદીએ સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને પરત લાવશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અસિત મોદીએ કહ્યું, “શોની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. લોકો ફરિયાદ કરે છે કે દયા ભાભી ગયા પછી શો ગમતો નથી અને હું પણ એ સાથે સહમત છું. હું ટૂંક સમયમાં દયા ભાભીને પરત લાવીશ. લેખકો અને કલાકારોની આખી ટીમ દયાભીની ખોટ પૂરી કરવા માટે મહેનત કરે છે. દયા ભાભી ટૂંક સમયમાં પાછા આવશે.”
શું દિશાની શોમાં વાપસી થશે?
અસિત મોદીના જણાવ્યા મુજબ તેઓ દિશા વકાણીને જ TMKOC માં પાછી લાવવાની ઇચ્છા રાખે છે. તેમણે કહ્યું, “અમે ફક્ત ઇશ્વર પાસે પ્રાથના કરી શકીએ કે દિશા વકાણી પાછી આવી જાય. તેમને પાસે ફેમિલી ડ્યૂટીઝ છે. તે મારી નાની બહેન જેવી છે અને આજે પણ અમે પરિવાર જેવા છીએ. તેમનું પરત આવવું મુશ્કેલ હોઈ શકે છે. મેં આ પાત્ર માટે કેટલાક લોકોને શોર્ટલિસ્ટ કર્યા છે અને તમે ટૂંક સમયમાં તેમને જોઈ શકશો. તેમને ગયા પાંચ વર્ષ થઇ ગયા અને આજે પણ અમે તેમને યાદ કરીએ છીએ. તે સહ કલાકારો તેમજ ક્રૂની પણ ખૂબ સંભાળ લેતી. અમારું લક્ષ્ય છે કે દિશા વકાણી જેવી વ્યક્તિ મળી જાય.”
દયા આવશે પણ દિશા નહીં: અસિત મોદીએ TMKOCમાં દયાભાભીની વાપસીના આપ્યા સંકેત#Dayabhabhi #TMKOC #TarakMehta #Aasitmodi #vtvgujarati #vtvcard pic.twitter.com/gzAFesJAli
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 15, 2025
વધુ વાંચો: 'આ વખતે 251 છોકરીઓના મે લગ્ન કરાવ્યા, તોય...', કેમ ઉર્વશી રૌતેલાનું દર્દ છલક્યું?
થોડા વખત પહેલા એવી ખબર આવી હતી કે ટીવી એક્ટ્રેસ કાજલ પિસલ નવી દયાબેન બનીને શોમાં આવશે, પણ તેમણે આ વાતને નકારી કાઢી હતી. તેમનું કહેવું હતું કે તેમણે 2022માં ઓડિશન આપ્યું હતું, પણ ત્યારથી તેમને કોઈ કોલ આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.