બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / રસ્તા વચ્ચે રોકી અશ્લીલ કમેન્ટો કરી, મારી પણ..' છેતરપિંડીનો ભોગ બનેલી અભિનેત્રીએ સંભળાવ્યો કિસ્સો
Last Updated: 03:40 PM, 12 April 2025
(ફોટો ક્રેડિટ: chahattkhanna)
ADVERTISEMENT
રસ્તા વચ્ચે બાઈક સવારો દ્વારા છેડછાડ
ચાહત ખન્નાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે સમયે તે પોતાની બે બહેનો સાથે કારમાં હતી. તેઓ ગાડી ચલાવી રહી હતી ત્યારે તેમણે જોયું કે બે બાઈકસવાર યુવાનો તેમની કારનો પીછો કરી રહ્યા છે અને ગંદા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. તે સમયે કારની વિન્ડોઝ ખૂલી હતી અને ચાહતે એમની સ્થાનિક ભાષામાં કરેલી અશ્લીલ ટિપ્પણીઓ સ્પષ્ટ સાંભળી.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે, "તેઓ અમારી બાજુમાં આવીને વારંવાર રસ્તો અવરોધતા હતા. ત્યારે મેં ગાડી સીધી એમની બાઈકની સામે ઉભી કરી દીધી અને હું કારમાંથી ઊતરી. પછી મેં બંનેને બહુ જોરદાર માર માર્યો!"
આગળ ચાહતે કહ્યું કે, "તેમણે પણ મને મારી અને એ સમયે કોઈ પણ અમારી મદદ માટે આવ્યું નહીં. આ ઘટના 10-11 વર્ષ જૂની છે. જે ઝઘડો થયો હતો એ સાચે WWE જેવી ફાઈટ હતી. મેં એમને ખૂબ માર્યા અને એકનો દાંત પણ તોડી નાખ્યો હતો મારો પંચ મારીને."
બાળપણમાં પણ સહન કરવી પડી હતી છેડછાડ
ઇન્ટરવ્યૂમાં ચાહત ખન્નાએ પોતાના બાળપણનો એક દુઃખદ અનુભવ પણ શેર કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તે ખૂબ નાની હતી, ત્યારે તેમનું શોષણ થયું હતું. તેમની સોસાયટીમાં એક મોટા ઉંમરના અંકલ હતા, જેમને સૌ પ્રેમાળ બંગાળી અંકલ તરીકે ઓળખતા. તેઓ ચાહતને પોતાના ખોળામાં બેસાડી ચોકલેટ આપતા. ત્યારે ચાહતને ખબર ન પડી કે શું થઈ રહ્યું છે.
તેણે કહ્યું, "મને માત્ર બે વર્ષ પહેલા સમજાયું કે તે શું હતું. હું મારી બાળપણની એક મિત્રને મળી હતી અને તેણે મને જણાવ્યું કે તેણે આ જ અંકલ સામે છેડછાડની ફરિયાદ નોંધાવી છે. ત્યારે મને સમજાયું કે એ અંકલ મારા સાથે પણ એવું જ કરતા હતા. એ મારી કરતાં થોડી મોટી હતી તેથી તે બધું ત્યારે જ સમજી ગઈ હતી, પણ હું નહોતી સમજી શકી."
ચાહત ખન્નાનું કરિયર
ચાહત ખન્નાએ ટીવીમાં કરિયર શરૂ કર્યું હતું 'હીરો: ભક્તિ હી શક્તિ હૈ'થી. ત્યારબાદ તેમણે 'કુમકુમ – એક પ્યારાસા બંધન', 'કાજલ' અને 'કબૂલ હૈ' જેવા શ્રેણીઓમાં કામ કર્યું. તેમને મોટો બ્રેક મળ્યો 'બડે અચ્છે લગતે હૈં'માં, જેમાં તેમણે આયશા શર્મા કપૂરનો રોલ કર્યો અને તેમને એક નવી ઓળખ મળી.
વધુ વાંચો: VIDEO: 'આ માણસને બસ ડ્રામા..' પૂર્વ પતિની કમેન્ટ પર ભડકી ચારુ આસોપા,આપ્યો જડબાતોડ જવાબ
તે ઉપરાંત ચાહત ખન્નાએ ફિલ્મો 'થેંક યુ', 'સાગા ફેરે: મોર દેન એ વેડિંગ', 'પ્રસ્થાનમ' અને તાજેતરમાં 2023માં આવેલી ફિલ્મ 'યાત્રિ'માં પણ નજરે આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.