બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:51 AM, 24 June 2025
રિયાલિટી શો ‘બિગ બોસ’ને લઈને ઓડિયન્સમાં વર્ષો સુધી ક્રેઝ રહ્યો છે. ટીવી પર આ સૌથી વધુ TRP મેળવનારા શોમાંથી એક રહ્યું છે. અત્યાર સુધી ‘બિગ બોસ’ના 18 સીઝન આવી ચૂક્યા છે. આ સિવાય, ‘બિગ બોસ ઓટીટી’ના ત્રણ સિઝન ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ઓડિયન્સ પહેલા ‘બિગ બોસ ઓટીટી’ના ચોથી સીઝનની રાહ જોઈ રહી હતી, પણ આ વખતે કોઈ કારણસર આ સિઝન નહીં આવે. આ વખતે માત્ર ‘બિગ બોસ 19’ આવશે અને આ ઘણા લાંબા સમયગાળાનું હશે.
ક્યારથી શરૂ થશે નવી સીઝન?
ADVERTISEMENT
પહેલાની ઘણી રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ‘બિગ બોસ 19’ આ વખતે ઓક્ટોબર નહીં પરંતુ 19 જુલાઈથી શરૂ થશે. પરંતુ તેની કોઈ પુષ્ટિ નહોતી. પરંતુ નવીનતમ રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બોસ 19’ની શરૂઆત 3 ઑગસ્ટથી થઈ શકે છે. જોકે, બિગ બોસ 19ના પ્રીમિયર તારીખને લઈને કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી.
બિગ બોસ ઓટીટી નહીં આવે?
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર, ‘બિગ બોસ 19’ લાંબો ચાલી શકે છે. આ દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આ સીઝનમાં કોઈ યૂટ્યુબર કે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર શોમાં ભાગ લેશે નહીં. પ્રોડક્શન સંબંધિત મુશ્કેલીઓના કારણે ‘બિગ બોસ ઓટીટી’ નહીં આવે. રિપોર્ટ અનુસાર, મેકર્સ ‘બિગ બોસ 19’ને જૂની થીમ સાથે આગળ વધારવાની યોજના ધરાવે છે.
ADVERTISEMENT
સલમાન ખાન માટે આ સીઝનમાં હશે કઇંક નવું
‘બિગ બોસ 19’માં સલમાન ખાન માટે એક સિક્રેટ રૂમ હશે, જ્યાં કેટલાક નોમિનેટેડ કન્ટેસ્ટન્ટ્સને રાખવામાં આવશે. તેઓ બિગ બોસ હાઉસમાં રહેલા અન્ય કન્ટેસ્ટન્ટ્સને જોઈ શકશે. રિપોર્ટમાં આ દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે આ વખતે ઓડિયન્સ પોલના આધારે જ એવિક્શન થશે. કોઈ પણ ટાસ્ક દ્વારા એવિક્શન નહીં કરવામાં આવે. કન્ટેસ્ટન્ટ્સને ટાસ્ક દ્વારા માત્ર ઘરના રેશન મળશે.
ADVERTISEMENT
🚨 BIGG BOSS 19 UPDATE 🚨
— BB Insider HQ (@BBInsiderHQ) June 23, 2025
It's 100% CONFIRMED — #BiggBoss19 kicks off from 3rd August with Salman Khan as host! 📺🔥
This season is set to be the longest in Bigg Boss history 🕰️👁️
📲 Follow @BBInsiderHQ for every exclusive update!#BB19 #BiggBoss pic.twitter.com/6wCjcLl4A2
‘બિગ બોસ 19’ના કન્ટેસ્ટન્ટ્સ
ADVERTISEMENT
‘બિગ બોસ 19’માં શક્ય કન્ટેસ્ટન્ટ્સના નામ પણ સામે આવ્યા છે. જેમાં કોરિયોગ્રાફર-એક્ટ્રેસ ડેઝી શાહ, તનુશ્રી દત્તા, ફૈઝલ શેખ ઉર્ફે ફૈઝુ, ખુશી દુબે, વિક્રમ સિંહ ચૌહાણ, રામ કપૂર, શશાંક વ્યાસ અને લક્ષ્ય ચૌધરીનો સમાવેશ થાય છે. આ નામો પર હજુ અધિકૃત મોહર લાગવી બાકી છે. પ્રીમિયર તારીખની જાહેરાત અને કન્ટેસ્ટન્ટ્સના નામો અધિકૃત રીતે ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
વધુ વાંચો: કપિલ શર્મા એક એપિસોડ માટે વસૂલે છે આટલા કરોડ, સાથી કલાકારોની ફી પણ લાખો રૂપિયા
‘બિગ બોસ ઓટીટી 4’ આ વર્ષે ન આવતા, હવે ફોકસ ‘બિગ બોસ 19’ પર છે, જે 3 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના છે. આ સિઝનમાં યુટ્યુબર્સ કે ઇન્ફ્લુએન્સર્સ નહીં હોય. હવે પ્રીમિયર તારીખની જાહેરાત અને કન્ટેસ્ટન્ટ્સના નામો ટૂંક સમયમાં સામે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.