બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / TMKOCના આ એક્ટરને એક એપિસોડના મળે છે આટલા જ રૂપિયા, જૂના એક્ટર કરતા સાવ ઓછી છે સેલરી
Last Updated: 12:19 PM, 8 August 2024
ટીવી જગતના સૌથી જુના અને પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના થોડા દિવસો પહેલા જ 16 વર્ષ પુરા થયા છે. ત્યારે આ મોટી સફળતાની ઉજવણી પણ કરવામાં આવી. જો કે હવે આ શોની લોકપ્રિયતા પહેલા જેવી નથી રહી. એક પછી એક એક્ટર આ શો છોડી રહ્યા છે. દયાબેનની કમી તો લોકોએ જેમ-તેમ કરીને સહન કરી લીધી હતી, પરંતુ તારક મહેતા એટલે કે અભિનેતા શૈલેશ લોઢાના શો છોડ્યા પછી શોની ટીઆરપી પર પણ આની અસર પડી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શૈલેષની સામે ન ટકી શક્યા સચિન શ્રોફ
જો કે, શૈલેષ લોઢાએ શો છોડતાની સાથે જ નિર્માતાઓએ તેમને રિપ્લેસ કરી દીધા. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં શૈલેષની જગ્યાએ લોકપ્રિય અભિનેતા સચિન શ્રોફને લેવામાં આવ્યો છે. શૈલેષ લોઢાને શોની શરૂઆતથી જ ચાહકોનો પ્રેમ મળ્યો છે. તેમના અભિનય અને જેઠાલાલ સાથેની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવે છે. પરંતુ તેમણે શો અધવચ્ચે જ છોડીને બધાના દિલ તોડી નાખ્યા છે. નિર્માતાએ પૂરતો પ્રયાસ કર્યો કે સચિનના આવવાથી શૈલેષની જગ્યા ભરી શકાય, પરંતુ આવું થઈ શક્યું નથી અને તેમનો આ આઈડિયા ફ્લોપ થઈ ગયો.
બંનેની ફીમાં ખૂબ જ મોટો ફરક
શૈલેશ હીરો અને સચિન તેમની સામે ઝીરો રહી ગયા. તેમની ફી એ વાતનો પુરાવો છે. શૈલેશ લોઢા પોતાની કવિતાઓ માટે પહેલાથી જાણીતા હતા અને શોમાં સૌથી મહત્ત્વનું પાત્ર ભજવતા હતા. એવામાં તેમની ફી પણ ઘણી વધારે હતી. શૈલેશ શો માટે મોટી તગડી રકમ વસૂલતા અહ્તા અને તેમના પરફોર્મન્સને જોઇને મેકર્સ પણ હસી-હસીને તેમને મોટી ફી આપી દેતા હતા. ત્યારે હવે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન શૈલેશ કરતા 400 ટકા ઓછી ફી લે છે.
બંનેની ફી જાણીને ચોંકી જશો
અહેવાલો અનુસાર, શૈલેશ એક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. જયારે સચિન એક એપિસોડ માટે લગભગ 30,000 રૂપિયા ફી લે છે. શૈલેશ સામે સચિનની ફી કશું જ નથી. શૈલેશ સચિન કરતા ચાર ગણી ફી વસૂલતા હતા. બંનેમાં 400 ટકાનો ફરક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.