બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મોતને પાંચ વર્ષ થઇ ગયા, છતાંય કેમ ચર્ચામાં છે સુશાંતસિંહ રાજપૂત? સેલેબ્સના નિવેદનોએ ચોંકાવ્યા

મનોરંજન / મોતને પાંચ વર્ષ થઇ ગયા, છતાંય કેમ ચર્ચામાં છે સુશાંતસિંહ રાજપૂત? સેલેબ્સના નિવેદનોએ ચોંકાવ્યા

Last Updated: 08:24 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ (14 જૂન 2020) છે. તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી પણ આજે તેઓ ચર્ચામાં છે. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુને 2025માં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે હજુ પણ તે ચર્ચામાં રહ્યા છે તેના મુખ્ય 10 કારણ છે. કયા એવા 10 કારણ છે તે જાણીએ.

ચાલુ વર્ષે માર્ચમાં, સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ક્લોઝર રિપોર્ટ જાહેર કર્યો હતો. 22માર્ચ, 2025ના રોજ, સીબીઆઈએ તેના ક્લોઝર રિપોર્ટમાં, સુશાંતસિંહના મૃત્યુનું વાસ્તવિક કારણ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. ઉપરાંત, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ અભિનેતાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવી છે. આ કારણે સુશાંતસિંહ રાજપૂત ફરીથી ચર્ચામાં આવ્યો. આ સિવાય, બીજા ઘણા પ્રસંગો અને ઘટનાઓ બની, જેના કારણે સુશાંતસિંહ રાજપૂત આ વર્ષે મૃત્યુના પાંચ વર્ષ પછી પણ ચર્ચામાં રહ્યાં છે.

પિતાને ન્યાયની અપેક્ષા હતી

સુશાંતસિંહ રાજપૂત કેસ અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી 19 ફેબ્રુઆરી 2025ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી. આ કેસની સુનાવણી પહેલા સુશાંતના પિતા કેકે સિંહે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે,"આશા છે કે આ વખતે કોર્ટ તરફથી યોગ્ય નિર્ણય આવશે. અમને સીબીઆઈ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ સીબીઆઈએ તેનું કામ સમયસર કર્યું નહીં. હવે જ્યારે મામલો કોર્ટમાં આવ્યો છે, તો અમને ન્યાય મળવાની આશા છે."

ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના પિતાએ બોમ્બે હાઈકોર્ટ પાસેથી સીબીઆઈ તપાસની માંગ કરી

સુશાંતસિંહના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના પિતાએ પણ આ વર્ષે 19 માર્ચે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોતાની પુત્રીના મૃત્યુની સીબીઆઈ તપાસની માંગ કરી. સતીશ સલિયાને શિવસેના નેતા આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવાની પણ વિનંતી કરી છે. સતીશ સલિયને પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે દિશા સલિયન પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે દિશા સલિયનનું 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડમાં એક રહેણાંક મકાનના 14માં માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. દરમિયાન, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં.

ભાજપના નેતા રામ કદમે ઉદ્ધવ સરકાર પર આરોપો લગાવ્યા

જ્યારે સીબીઆઈએ બોલિવૂડ અભિનેતા સુશાંતેસિંહના આત્મહત્યા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો ત્યારે ઘણા લોકોએ તેના પર સવાલ ઉઠાવ્યા હતાં. આ કિસ્સામાં, ભાજપના એક નેતાએ તત્કાલીન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા રામ કદમે કહ્યું હતું કે, જ્યારે આખો દેશ સુશાંતના મૃત્યુ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી રહ્યો હતો, ત્યારે ઉદ્ધવ ઠાકરે સરકારે જાણી જોઈને બેદરકારી દાખવી. ભાજપના નેતાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારના લોકોને બચાવવા માટે બધા પુરાવાનો નાશ કરવામાં આવ્યો.

બિગ બોસ 18 જીત્યા પછી કરણવીર મહેરાને યાદ કરાયા

આ વર્ષની શરૂઆતમાં, અભિનેતા કરણવીર મહેરા બિગ બોસ 18ના વિજેતા બન્યા હતાં. શોની ટ્રોફી જીત્યા પછી, કરણવીર મહેરાએ 20 જાન્યુઆરીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પોસ્ટ કરીને સુશાંતસિંહ રાજપૂતને યાદ કર્યો હતો. તે પોતાની પોસ્ટમાં લખે છે,"હું શો જીતીને ખૂબ જ ખુશ છું. ઉપરાંત, આવતીકાલે (21 જાન્યુઆરી) મારા ખૂબ જ પ્રિય મિત્ર સુશાંતસિંહ રાજપૂતનો જન્મદિવસ છે. ક્યાંકને ક્યાંક તે મારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. તે હંમેશા પોતાના શબ્દોમાં સ્પષ્ટ રહેતો. તેણે પોતાના જીવન માટે ઘણી યોજનાઓ બનાવી હતી. એ વિદાય મારા માટે આઘાત જેવી હતી."

મનોજ બાજપેયીનું મોટું નિવેદન

મનોજ બાજપેયીએ આ વર્ષે એક ઇન્ટરવ્યુમાં સુશાંતસિંહનો ઉલ્લેખ કર્યો હતો. સુશાંતની આત્મહત્યા પછી, મનોજ લગભગ ત્રણ મહિના સુધી ઉદાસ રહ્યા હતાં. તેઓ તેમના ઇન્ટરવ્યુમાં કહે છે, 'તેઓ તેજસ્વી મન ધરાવતા માણસ હતાં. અમે ઘણું વાંચતા અને જુદા જુદા વિષયો પર વાતો કરતાં. જ્યાં સુધી ઉદ્યોગનો સવાલ છે. અમે ઉદ્યોગ અને તેના રાજકારણ વિશે વાત કરતા હતાં. મેં હંમેશા તેને કહ્યું કે જાડી ચામડી રાખ, નહીંતર આ ઉદ્યોગ તને મારી નાંખશે.

SSR2

ભુવન અરોરાએ કર્યો મોટો ખુલાસો

ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળેલા અભિનેતા ભુવન અરોરાએ પણ તાજેતરમાં સુશાંત વિશે એક મોટો ખુલાસો કર્યો છે. ભુવન અરોરાએ એક યુ ટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'સુશાંત સિંહ રાજપૂત 'ચંદુ ચેમ્પિયન' ફિલ્મ કરવાના હતાં. સુશાંત પાસે ફિલ્મ અને તેની વાર્તાના અધિકારો હતાં. તેણે કદાચ મુરલીકાંત પેટકર પાસેથી જ તે ખરીદ્યું હશે. મુરલીકાંત પેટકર સરે પોતે પણ એક ઇન્ટરવ્યુમાં આ વિશે કહ્યું હતું. બાદમાં, ચંદુ ચેમ્પિયનની મુખ્ય ભૂમિકા કાર્તિક આર્યન દ્વારા ભજવવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ ઉલ્લેખ કર્યો હતો

આ વર્ષે જાન્યુઆરીમાં, જ્યારે અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં એક હુમલાખોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં સુશાંતસિંહનો પણ ઉલ્લેખ કરાયો હતો. નિતેશ રાણેએ કહ્યું હતું કે, "જ્યારે પણ શાહરૂખ ખાન કે સૈફ અલી ખાન જેવા કોઈ ખાનને દુઃખ થાય છે, ત્યારે બધા તેના વિશે વાત કરવાનું શરૂ કરે છે. જ્યારે સુશાંત જેવા હિન્દુ અભિનેતાને હેરાન કરવામાં આવે છે, ત્યારે કોઈ કંઈ કહેવા માટે આગળ આવતું નથી. મુંબ્રાથી જીતુદ્દીન (જિતેન્દ્ર આવ્હાદ) અને બારામતીથી તાઈ (સુપ્રિયા સુલે) કંઈ કહેવા આગળ આવ્યા ન હતાં. તેમને ફક્ત શાહરૂખ ખાનના પુત્ર સૈફ અલી ખાન અને નવાબ મલિકની ચિંતા છે. શું તમે ક્યારેય તેમને કોઈ હિન્દુ કલાકારની ચિંતા કરતા જોયા છે?"

રિયાના મિત્રએ સુશાંતનો ઉલ્લેખ કર્યો હતો

આ વર્ષે જ્યારે સુશાંતસિંહ કેસમાં સીબીઆઈ ક્લોઝર રિપોર્ટ બહાર આવ્યો, ત્યારે રિયા ચક્રવર્તી (સુશાંતની ગર્લફ્રેન્ડ)ની નજીકની મિત્ર નિધિ હીરાનંદાનીએ એક મોટી વાત શેર કરી. એક સમાચારપત્ર સાથે વાત કરતા તેમણે કહ્યું,"સુશાંતના મૃત્યુ પછી રિયાનો પરિવાર ઘણી ભાવનાત્મક ઉથલપાથલમાંથી પસાર થયો હતો. તેને યોગ્ય રીતે શોક કરવાનો પણ સમય ન મળ્યો. સુશાંતના મૃત્યુના સમાચારથી તે પહેલેથી જ ભાંગી પડ્યો હતો, પછી રિયા અને તેના ભાઈ પરના આરોપોએ તેને વધુ ભાંગી નાંખ્યો." નિધિએ એમ પણ કહ્યું કે રિયાના માતા-પિતા સુશાંતને પરિવાર માનતા હતાં.

આ પણ વાંચો:પચરંગી મોનોકીનીમાં નેહા મલિકે બતાવ્યું હુસ્ન, ગોવાથી

પૂજા ભટ્ટે પણ કટાક્ષભરી ટિપ્પણી કરી

સુશાંત કેસમાં સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ જાહેર થયા બાદ પૂજા ભટ્ટે પણ ટ્વિટ કર્યું હતું. પૂજા લખે છે, "સીબીઆઈએ 22 માર્ચ, 2025ના તેના ક્લોઝર રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને આત્મહત્યા તરીકે પુષ્ટિ આપી છે. આમાં, રિયા ચક્રવર્તી અને અન્ય લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સત્યનો વિજય થયો છે, પ્રાર્થનાઓ સ્વીકારાઈ છે."

પૂજા ભટ્ટે પોતાના ટ્વિટની સાથે અક્ષય કુમારનું એક જૂનું ટ્વિટ પણ શેર કર્યું. જેમાં અક્ષયે લખ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સત્યનો હંમેશા વિજય થાય." જ્યારે સીબીઆઈએ સુશાંત કેસની તપાસ શરૂ કરી ત્યારે અક્ષયે આ ટ્વિટ કર્યું હતું. અક્ષયના ટ્વીટને શેર કરીને પૂજા ભટ્ટ તેના પર કટાક્ષ કરી રહી હતી.

સુશાંતનું ઘર ભાડે રાખતી અદા શર્માએ આ વાત કહી

જે ઘરમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. તાજેતરમાં અભિનેત્રી અદા શર્માએ તે ઘરમાં રહેવાનું શરૂ કર્યું છે. સુશાંતસિંહનું તે ઘર અદા શર્માએ ભાડે રાખ્યું છે. એક ઇન્ટરવ્યુમાં અદાએ કહ્યું, "હા, મને ખબર છે કે સુશાંત સિંહ રાજપૂત એ મકાનમાં ભાડા પર રહેતો હતો. મેં પણ તે ઘર ભાડે લીધું છે, મેં તે ખરીદ્યું નથી."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ShushantsinhRajput SSRSucide entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ