બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કડક નિયમ, આવા કપડા પહેરીને આવનારા સ્ટાર્સને ઈવેન્ટમાં નો એન્ટ્રી
Last Updated: 09:27 PM, 13 May 2025
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલ આજે એટલે કે 13 મે થી શરૂ થયો છે. આ વખતે કાન્સ ખૂબ અલગ થવાનું છે. આ વખતે કાન્સને તેના રેડ કાર્પેટ માટે અનેક નવા નિયમો લાગુ કર્યા છે. અહીં આવતા બધા સેલેબ્સે તે નિયમોનું પાલન કરવું પડશે નહીં તો ફેસ્ટિવલમાં તેમનો પ્રવેશ મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT
કાન્સ 2025માં ભારત તરફથી ડેબ્યૂ કરનારની યાદી માં સૌથી મોટું નામ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું છે. આ વખતે તે ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયા સિવાય લાપતા લેડીઝ એક્ટ્રેસ નિતાંશી ગોયલ પણ કાન્સમાં ડેબ્યૂ કરશે. આ દરમિયાન કાન્સને તેના રેડ કાર્પેટ લુક્સ અને ડ્રેસ કોડ અંગે ઘણા કડક નિયમો લાગુ કર્યા છે.
ADVERTISEMENT
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સમાં પેલેસ ડેસ ફેસ્ટિવલમાં યોજાઈ રહ્યો છે. કાન્સના આયોજકોએ બાર ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચોક્કસ પ્રકારના કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, આ નિર્ણયે બધાનું ધ્યાન ખેંચ્યું છે. હવે રેડ કાર્પેટ પર ન્યૂડિટી અથવા કોઈપણ પ્રકારના ટ્રાન્સપરન્ટ કપડાં પહેરવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય મોટા અને ભારે કપડાં ખાસ કરીને લાંબી ટ્રેલવાળા ગાઉન પર પણ પ્રતિબંધ છે. આયોજકોનું કહેવું છે કે આવા કપડાં અન્ય મહેમાનોના રસ્તામાં અવરોધ ઉભો કરે છે અને થિયેટરમાં બેસવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.
આ નવા નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા છે કારણ કે અગાઉના ફેસ્ટિવલમાં કેટલીક ગંભીર ઘટનાઓ ઘણી વખત બની છે. વર્ષ 2022માં, એક પ્રદર્શનકારીએ રેડ કાર્પેટ પર ટોપલેસ થઈને હંગામો મચાવ્યો હતો. તાજેતરમાં બિયાન્કા સેન્સોરીએ ગ્રેમી એવોર્ડ્સમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને હેડલાઇન્સ બનાવી હતી. આવી ઘટનાઓ બાદ કાન્સે તેના નિયમો વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો. આયોજકોએ સ્પષ્ટતા કરી કે આ નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે પરંતુ હવે તેનો અમલ વધુ કડક રીતે કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.