બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / SRK સર્જશે ઈતિહાસ, જે ભારતીય સિનેમા જગતમાં કોઇ જ મેલ એક્ટર નથી કરી શક્યું

મનોરંજન / SRK સર્જશે ઈતિહાસ, જે ભારતીય સિનેમા જગતમાં કોઇ જ મેલ એક્ટર નથી કરી શક્યું

Last Updated: 03:53 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan : શાહરુખ ખાન ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આ વખતે તે ન્યૂયોર્કમાં યોજાનાર મેટ ગાલા 2025 માં પોતાનું ડેબ્યૂ કરશે.

Shah Rukh Khan : શાહરુખ ખાન ફરી એકવાર ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. આ વખતે તે ન્યૂયોર્કમાં યોજાનાર મેટ ગાલા 2025 માં પોતાનું ડેબ્યૂ કરશે. મેટ ગાલા વિશ્વનો સૌથી મોટો ફેશન ઇવેન્ટ છે. તેનું આયોજન 5 મે 2025 ના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં કરવામાં આવશે. જોકે દર વર્ષે આ ઇવેન્ટ વિશે ઘણી ચર્ચા થતી હતી. પરંતુ શાહરુખ આ ઇવેન્ટમાં જોડાતાની સાથે જ ભારતમાં તેની ચર્ચા અનેકગણી વધી ગઈ છે. એક ફિલ્મ સ્ટાર ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે, આમાં મોટી વાત શું છે? આવુ તમે માનતા હશો પણ મોટી વાત એ છે કે તે ભારતીય સિનેમા ઇતિહાસમાં આ ઇવેન્ટમાં ભાગ લેનાર પ્રથમ પુરુષ સ્ટાર બનશે.

shah rukh khan 1 logo.gif

મેટ ગાલા શું છે?

મેટ ગાલા શું છે?

વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ. આ મૂળભૂત રીતે એક મોંઘો પ્રકારનો ભંડોળ ઊભું કરવાનો કાર્યક્રમ છે. આમાંથી એકત્ર થયેલા પૈસા મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ એન્ડ કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે. મેટ ગાલા દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે યોજાય છે. દર વર્ષે એક અલગ થીમ હોય છે. લોકો તે મુજબ પોશાક પહેરીને આવે છે. 2025 મેટ ગાલાની થીમ Superfine: Tailoring Black Style. જે કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર મોનિકા એ. મિલરના પુસ્તક "સ્લેવ્સ ટુ ફેશન" થી પ્રેરિત છે. આ થીમ બ્લેકમેન્જ વિયરના વસ્ત્રોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિકાસને વિશ્વ સમક્ષ રજૂ કરશે.

આ કાર્યક્રમનું આયોજન કોણ કરે છે?

આ કાર્યક્રમનું આયોજન વોગ મેગેઝિન દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ અગ્રણી ફેશન મેગેઝિનના મુખ્ય સંપાદક અન્ના વિન્ટૂર છે. તેમની દેખરેખ હેઠળ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. મેટ ગાલામાં જે પણ સ્ટાર્સ કે મોડેલ આવે છે, તેમના ફોટા વોગ મેગેઝિનમાં અને તેના કવર પર પ્રકાશિત થાય છે.

શાહરુખ ખાન કોના બનાવેલા કપડાં પહેરશે?

શાહરુખ ખાન આ વખતે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર વોક કરશે, આ સમાચાર ભારતમાં ડાયેટ સબ્યા નામના પોપ કલ્ચર અને ફેશન ઇંફ્લૂએસર હેન્ડલ દ્વારા બ્રેક કરાયા. ડાયેટ સબ્યા અનુસાર શાહરુખ ખાન સબ્યાસાચી મુખર્જી દ્વારા બનાવેલા કોસ્ટ્યૂમ પહેરીને આ કાર્યક્રમમાં હાજરી આપશે. સબ્યસાચી ભારતની સૌથી મોટી લક્ઝરી ફેશન બ્રાન્ડ છે, જેની માલિકી સબ્યસાચી મુખર્જી પાસે છે. આ બ્રાન્ડ ફેશનની સાથે ઉત્તમ કારીગરી દ્વારા ભારતીય સભ્યતાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપવા માટે જાણીતી છે.

શાહરુખ ઉપરાંત કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ પણ મેટ ગાલા 2025 માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સે પણ આ ફેશન ઇવેન્ટમાં ભાગ લીધો છે. હવે શાહરુખ પણ આ ચુનંદા યાદીનો ભાગ બનવા જઈ રહ્યો છે. શાહરુખનું ડેબ્યૂ ફક્ત બોલિવૂડ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ફેશન માટે પણ એક મોટી ક્ષણ બનવા જઈ રહ્યું છે. ફેશન નિષ્ણાતો માને છે કે સબ્યસાચી સાથેની તેની ભાગીદારી ભારતીય ડિઝાઇનને આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવશે.

આ પણ વાંચોઃ બોલિવૂડ / નવી ફિલ્મને લઇ સલમાન ખાનનો ન્યૂ લૂક્સ વાયરલ, શર્ટલેસ અવતાર પર ફેન્સે આપ્યું ગજબ રિએક્શન

મેટ ગાલામાં કોણ જઈ શકે છે?

મેટ ગાલામાં જેમને આમંત્રણ મળ્યું છે તે જ જઈ શકે છે. જેઓ જાય છે તેઓએ ખુરશી પર બેસવાની વ્યવસ્થા માટે 35000 ડોલરની ટિકિટ ખરીદવી પડશે. જે લગભગ 30 લાખ રૂપિયા જેટલુ થાય છે. જો તમને ખુરશી સાથે ટેબલ જોઈતું હોય, તો તમારે તેના માટે 1.70 કરોડથી 2.55 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ પૈસા ભેગા થાય છે તે મૈનહૈટનના કોસ્ટ્યૂમ ઇંસ્ટિટ્યૂટને જાય છે. આ મેટ ગાલા કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ભંડોળ એકત્ર કરવા માટે આયોજિત કરવામાં આવે છે. એટલા માટે પહેલા મેટ ગાલાને 'કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા' કહેવામાં આવતું હતું.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Met Gala 2025 Shah Rukh Khan Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ