બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / પહેલા લગ્ન અરેન્જ મેરેજ, કો-સ્ટાર સાથે બીજા લગ્ન અને હવે રશિયન બ્યુટી છે બીવી નંબર-3
Last Updated: 09:18 AM, 17 April 2025
પવન કલ્યાણ જાણીતા સાઉથના સુપર સ્ટાર છે એટલું જ નહિ પણ તેઓ રાજકારણ સાથે પણ સંકળાયેલા છે અને તેઓ આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી (Deputy CM) પણ છે. હાલમાં તેઓ વધુ ચર્ચામાં છે કારણકે વિદેશમાં ભણી રહેલા તેમના દીકરાની સ્કૂલમાં આગ લગતા તેનો તેમ આબાદ બચાવ થતાં તેમની ત્રીજી પત્ની જે રશિયન મોડેલ છે તેણે દીકરાની સલામતી માટે તિરૂમાળા મંદિરમાં લખો રૂપિયા અને પોતાના વાળનું દાન કર્યું છે.
ADVERTISEMENT
પવન કલ્યાણના 3 લગ્ન
પણ શું તમે જાણો છો કે પવન કલ્યાણે ત્રણ લગ્ન કર્યા હતા? તેમના પહેલા લગ્ન ગોઠવાયેલા લગ્ન હતા અને બીજા લગ્ન તેમના સહ-અભિનેતા સાથે હતા. જ્યારે પહેલો છૂટાછેડા થયો ત્યારે તેણે ભરણપોષણ તરીકે 5 કરોડ રૂપિયા પણ ચૂકવવા પડ્યા. પછી 2013 માં, તેણે રશિયન સુંદરી સાથે ત્રીજા લગ્ન કર્યા. જેની સાથે હવે તેનો એક દીકરો પણ છે. તો ચાલો તમને પવન કલ્યાણના બાળકો અને પરિવારનો પરિચય કરાવીએ.
ADVERTISEMENT
સુપરસ્ટાર પરિવાર
પવન કલ્યાણના પરિવારમાં ઘણા સુપરસ્ટાર છે. 2 સપ્ટેમ્બર 1971 ના રોજ આંધ્રપ્રદેશમાં જન્મેલા પવન કલ્યાણનું સાચું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે. તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. તેમના માતાપિતા વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ વેંકટ રાવ અને માતાનું નામ અંજના દેવી છે. તેના પિતા એક સમયે પોલીસમાં કોન્સ્ટેબલ હતા. દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને અભિનેતા નાગેન્દ્ર બાબુ તેમના સગા ભાઈઓ છે. તેમને વિજય દુર્ગા નામની એક બહેન પણ છે. અને રામ ચરણ પવન કલ્યાણનો ભત્રીજો છે. આમ પવન કલ્યાણનો સુપરસ્ટાર પરિવાર છે.
ભાભીના કહેવાથી આવ્યા ફિલ્મમાં
જ્યારે પવન કલ્યાણ 8 વર્ષના હતા ત્યારે તેમના મોટા ભાઈ ચિરંજીવીએ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. જ્યારે પવન મોટો થઈ રહ્યો હતો તે સમયે તેને અભિનયમાં રુચિ નહોતી પણ એક દિવસ ચિરંજીવીની પત્ની અને પ્રખ્યાત તેલુગુ હાસ્ય કલાકાર રામલિંગૈયાની પુત્રી સુરેખાએ પવનને સમજાવ્યા અને પવને અભિનેતા બનવાનો નિર્ણય લીધો.
પહેલું અરેન્જ મેરેજ
પવને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો કે તેના 1 જ વર્ષમાં તેમના અરેન્જ મેરેજ નંદિની સાથે થયા. પવને કહ્યું હતું કે નંદિની એક સરળ વ્યક્તિ છે અને સાદું જીવન જીવે છે. પવને ફેમિલીના નિર્ણય પર લગ્ન કરવાની હા પાડી અને પરિવારના કારણે લગ્ન કર્યા. પરંતુ આગળ જતાં પવન તેની કો-સ્ટાર રેણુ દેસાઇ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યો. અને કલ્યાણ અને નંદિની વચ્ચે વિખજવાદ વધતાં મામલો કોર્ટમાં પહોંચ્યો અને વર્ષ 2007 માં તેમણે પહેલી પત્ની નંદિની સાથે છૂટાછેડા લીધા અને ભરપોષણ પેટે 5 કરોડ ચુકવ્યા.
રેણુ દેસાઈ સાથે બીજા લગ્ન
આ પછી તેમણે વર્ષ 2009 માં રેણુ દેસાઈ સાથે બીજા લગ્ન કર્યા. તેમને પહેલા લગ્નથી કોઈ સંતાન ન હતું પરંતુ બીજા લગ્નથી તેમને બે બાળકો થયા. એક દીકરો અને એક દીકરી. થોડા વર્ષો પછી રેણુ દેસાઈ અને પવન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી અને 3 વર્ષ પછી 2013 માં બંનેએ છૂટા પાડવાનો નિર્ણય લીધો. એક ઇન્ટરવ્યુમાં પવન કલ્યાણે પણ ત્રણ લગ્ન કર્યા હોવા અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ત્રણ વાર લગ્ન કરશે.
વધુ વાંચો: કપિલ શર્માની 'ઓનસ્ક્રીન પત્ની'નો બોલ્ડ અવતાર, બિકીનીમાં બીચ પર લગાવી આગ
પવન કલ્યાણની ત્રીજી પત્ની
પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવાએ તિરૂમાલા મંદિરમાં મુંડન કરાવ્યું#PawanKalyan #pawankalyanwife #AnnaLezhneva #tirumalatemple #VTVDigital pic.twitter.com/o9KkZI5ltj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 14, 2025
પવન કલ્યાણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની મુલાકાત રશિયન મોડલ અન્ના લેઝનેવાન સાથે થઈ અને બંને પ્રેમમાં પડ્યા. બંને જણાએ વર્ષ 2013 માં લગ્ન કર્યા. તે બંનેને એક દીકરો અને એક દીકરી છે. હાલમાં વિદેશમાં ભણી રહેલા તેમના દીકરાની સ્કૂલમાં આગ લગતા તેમનો દીકરો સહી સલામત બચી ગયો હતો અને તે સલામત રહેતા તેમની રશિયન પત્નીએ મુંડન કરાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.