બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: 'અભિનેતાએ સેટ પર નશામાં ધૂત થઈને કર્યું ગેરવર્તન', અભિનેત્રીના ખુલાસાથી હડકંપ મચી ગયો

મનોરંજન / VIDEO: 'અભિનેતાએ સેટ પર નશામાં ધૂત થઈને કર્યું ગેરવર્તન', અભિનેત્રીના ખુલાસાથી હડકંપ મચી ગયો

Last Updated: 11:45 AM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલયાલમ ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ વિંસી એલોશિસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને સનસનાટી મચી ગઇ છે. વીડિયોમાં એક્ટ્રેસે જણાવ્યું છે કે એક ફિલ્મના શૂટિંગ સમયે તેના કો-એક્ટરે ડ્ર્ગ્સના નશા બાદ તેની સાતે અને તેમની કો-એક્ટ્રેસ સાથે ગંદી હરકત કરી હતી.

પ્રખ્યાત મલયાલમ ફિલ્મ અભિનેત્રી વિન્સી એલોસિયસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કરીને એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ કહેતી નજર આવે છે કે, એક ફિલ્મના શૂટિંગ દરમિયાન, એક સહ-અભિનેતાએ ડ્રગ્સ લીધા પછી તેની અને તેની સાથી કલાકાર સાથે દુર્વ્યવહાર કર્યો હતો. વિન્સીએ કહ્યું કે થોડા દિવસો પહેલા ડ્રગ્સ વિરોધી ઝુંબેશ દરમિયાન તેણે કહ્યું હતું કે તે હવે એવા લોકો સાથે ફિલ્મો નહીં કરે જેમને તે જાણે છે જેઓ ડ્રગ્સનું સેવન કરે છે. આ નિવેદન પછી, સોશિયલ મીડિયા પર તેમના વિશે ઘણી કમેન્ટ્સ આવી હતી. જે બાદ તેણે હાલમાં જ એક વીડિયો શેર રીને સ્પષ્ટતા આપી છે.

એક્ટ્રેસે તેના આ વીડિયોમાં જણાવ્યું કે શૂટિંગ દરમિયાન, જ્યારે તેને પોતાનો ડ્રેસ ઠીક કરવાનો હતો, ત્યારે તેના કો-એક્ટરે બધાની સામે એક અભદ્ર કમેન્ટ કરી અને કહ્યું, "શું હું તારી સાથે આવી શકું? હું ઠીક કરી આપીશ." આ સાંભળીને તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ. એટલું જ નહીં, એક દ્રશ્યના રિહર્સલ દરમિયાન, એક્ટર ટેબલ પર સફેદ પાવડર થૂંકતો જોવા મળ્યો હતો, જેનાથી સ્પષ્ટ થતું હતું કે તે ડ્રગ્સ લઈ રહ્યો હતો.

વિન્સી એલોસિયસનું છલકતું દર્દ:

વિન્સીએ કહ્યું, "જ્યારે તમે ફિલ્મના સેટ પર ડ્રગ્સ લો છો અને બીજાઓ માટે સમસ્યાઓ ઉભી કરો છો, ત્યારે તે એવું વાતાવરણ બનાવે છે જ્યાં કામ કરવું મુશ્કેલ બની જાય છે. હું એવા લોકો સાથે કામ કરવા માંગતો નથી જેમને પોતાની મર્યાદા ખબર નથી."

વધુ વાંચો: એક સ્ટેપ માટે 30 દિવસ સુધી રિહર્સલ, 10 ફ્લોપ ફિલ્મ પછી એક્ટ્રેસને એક ગીતે બનાવી સુપરસ્ટાર

વિંન્સીએ તેની વાતને આગળ વધારતા કહ્યું કે સેટ પરના બ લોકો આ વાતથી વાકેફ હતા, ફિલ્મના દિગ્દર્શકે પણ કલાકાર સાથે આ વર્તન વિશે વાત કરી હતી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malayalam Actress Vincy Aloshious Instagram Malayalam film drugs issue
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ