બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / નેટવર્થ 5000000000, અમેરિકામાં પણ ઘર, સાઉથના આ એક્ટર આગળ બોલીવુડના સિતારાઓ પણ ફેલ

બર્થડે સ્પેશ્યલ / નેટવર્થ 5000000000, અમેરિકામાં પણ ઘર, સાઉથના આ એક્ટર આગળ બોલીવુડના સિતારાઓ પણ ફેલ

Last Updated: 01:33 PM, 19 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર જૂનિયર એનટીઆર 20 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે. તેમની હિન્દી પ્રેક્ષકોમાં પણ સારી એવી ફેન ફોલોઇંગ છે. ચાલો જાણીએ તેમની કુલ સંપત્તિ કેટલી છે?

જૂનિયર એનટીઆરનો જન્મ 20 મે, 1983ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમનું અસલ નામ નંદમૂરી તારક રામા રાવ જુનિયર છે. તેઓ દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામા રાવ ના પૌત્ર છે. તેમના પિતા હરિકૃષ્ણા પણ એક જાણીતા અભિનેતા અને રાજકારણી હતા.

શાનદાર લાઈફસ્ટાઈલ

જૂનિયર એનટીઆરે આરઆરઆર જેવી ફિલ્મ કરી છે, જેને 1300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જૂનિયર એનટીઆર એક શાનદાર લાઈફસ્ટાઈલ જીવે છે. તે એક ફિલ્મ માટે 45 થી 60 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. જૂનિયર એનટીઆરની નેટવર્થની વાત કરીએ તો માહિતી મુજબ, તેમની કુલ સંપત્તિ 500 કરોડ રૂપિયા જેટલી છે. નેટવર્થના મામલામાં તેઓ ઘણા બોલીવૂડ સ્ટાર્સને પાછળ છોડી દે છે.

ntr

મિલકત

જૂનિયર એનટીઆરનો હૈદરાબાદમાં શાનદાર બંગલો છે. તેમનો બંગલો જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલો છે. તેની કિંમત આશરે 25 કરોડ રૂપિયાની છે. આ ઉપરાંત, જૂનિયર એનટીઆરના બેંગલોર, મુંબઈ અને અમેરિકામાં પણ ઘર છે.

એનટીઆરની ઘડિયાળની કિંમત

જૂનિયર એનટીઆરને કાર અને ઘડીયાળનો ખૂબ જ શોખ છે. તેમની પાસે Richard Mille નામની ઘડીયાળ છે, જેની કિંમત 4 કરોડ રૂપિયા છે. તેમની પાસે Patek Philippe Nautilus નામની ઘડીયાળ પણ છે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે.

ntr-final

કાર કલેક્શન

કાર કલેક્શનની વાત કરીએ તો જૂનિયર એનટીઆર પાસે 5 કરોડની લેમ્બોર્ગિની ઉરુસ ગ્રેફાઈટ કેપ્સ્યુલ છે. એવી માહિતી છે કે તેમણે આ કારની ખાસ નંબરપ્લેટ માટે 15 લાખ રૂપિયા ખર્ચ્યા છે. એક્ટરના પાસેથી રેન્જ રોવર, BMW, પોશે અને મર્સિડીઝ બેન્ઝ જેવી અનેક શાનદાર કાર પણ છે.

પર્સનલ લાઈફ

તેમણે વર્ષ 2011માં લક્ષ્મી પ્રણતિ સાથે લગ્ન કર્યા હતાં. તેમને બે સંતાનો છે.

jr-ntr

ભાવિ ફિલ્મો

ફિલ્મોની વાત કરીએ તેમનો આગામી પ્રોજેક્ટ “દેવારા: પાર્ટ 2 ” છે, જે Part 1 પછીનું સીક્વલ હશે. તેઓના ફેન્સ “NTR 31” તથા “War 2 (યશ રાજ ફિલ્મ્સ સાથે)” માટે પણ ઉત્સુક છે.

વધુ વાંચો: Photos: ડીપનેક ડ્રેસમાં આકાંક્ષા પુરીએ આપ્યાં કિલર પોઝ, તસવીરો શેર કરીને લગાવ્યો હોટનેસનો તડકો

જૂનિયર એનટીઆર માત્ર દક્ષિણ ભારતીય સિનેમાના સ્ટાર નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતા ટેલેન્ટ છે. તેમની વૈભવી લાઈફસ્ટાઈલ અને મહેનતથી ભરેલું કરિયર ભવિષ્યના યુવાનો માટે પ્રેરણારૂપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JR NTR South Actor Net Worth Indian actor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ