કરોડોની કમાણી કરનારી ફિલ્મ 'સંજૂ' જોઇને બાબાની બહેને કહ્યુ, પસંદ ના આવ્યા આ કેરેક્ટર્સ

By : juhiparikh 12:48 PM, 12 July 2018 | Updated : 12:49 PM, 12 July 2018
'સંજૂ' ફિલ્મ હાલમાં બૉક્સ ઑફિસમાં ધૂમ મચાવી રહી છે, આ ફિલ્મને ફેન્સ અને ક્રિટિક્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મના દરેક કેરેક્ટરના કામના વખાણ થઇ રહ્યા છે, પરંતુ સંજય દત્તાની બહેન નમ્રતા દત્ત આ ફિલ્મ જોયા પછી ફિલ્મના 2 કેરેક્ટરથી ખુશ નથી.

એક વેબસાઇટ માટે આપેલા ઇન્ટરવ્યૂમાં નમ્રતાએ 'સંજૂ' જોયા પછી સંજય દત્તની રિલ અને રિયલ લાઇફથી જોડાયેલી કેટલીક ખાસ વાત કરી. નમ્રતાએ કહ્યુ કે, ''મેં ફિલ્મ જોઇ, આ ફિલ્મમાં સંજયની જિંદગીની ઘણી વાતો કરવામાં આવી છે, જેમાં પરિવાર સાથે ખાસ કનેક્શન બતાવવામાં આવ્યું છે.''

નમ્રતાએ આગળ કહ્યુ કે, ફિલ્મ પર કમેન્ટ કરવી યોગ્ય નથી પરંતુ તેમ છતાં જરૂર કહીશ કે રણબીરે ભાઇની બાયોપિકમાં ખૂબ જ સારું કામ કર્યુ છે. ફિલ્મમાં સંજૂના ડ્રગ, જેલથી જોડાયેલી ધણી વાતો બતાવવામાં આવી છે. આ દરમિયાન પાપા સંજૂની સાથે હંમેશા હતા, તે સમય પાપા માટે મુશ્કેલ હતો પરંતુ એક ફાઇટરની જેમ બંને આ સમયમાં લડાઇ લડી. પાપા અને સંજૂ બંને હંમેશાથી એકબીજાના સપોર્ટ સિસ્ટમ બની રહ્યા.

નમ્રતાએ કહ્યુ કે, ''સંજૂ ફિલ્મમાં સુનીલ દત્તનો રોલ પસંદ નથી આવ્યો, તેનું કહેવું છે કે, મારા પપ્પાનું કેરેક્ટર કોઇ ના પ્લે કરી શકે, તેઓ મારા અને મારા ફેમિલી માટે ખાસ છે. જ્યારે મા નરગિસના કેરેક્ટરમાં મનીષા કોઇરાલાને જોયા પછી નમ્રતાએ કહ્યુ કે, ખૂબ જ મુશ્કેલ છે માં-પાપાનો રોલ પ્લે કરવો. બંને આઇકૉનિક રોલ છે. પરંતુ ઓડિયન્સને ફિલ્મના બંને કેરેક્ટર પસંદ આવ્યા તે સારી વાત છે.''

સંજય દત્તના દોસ્તો પર નમ્રતાએ કહ્યુ કે, ''સંજૂએ ઓછા સારા દોસ્તો રહ્યા છે. એવામાં ફિલ્મમાં વિક્કી કૌશલનું કેરેક્ટર એક દોસ્તની નહી પરંતુ બહુ બધા દોસ્તોના કેરેક્ટરને મળીને બન્યું છે.''

સંજય દત્તની રિયલ લાઇફ પર નમ્રતાએ કહ્યું, ''સંજયમાં સમયની સાથે બહુજ બદલાવ આવ્યા છે. અમે બહુજ ખરાબ સમય સાથે જોયો છે. સંજુનું જેલ જવું અમારા પરિવાર માટે સૌથી મોટી ઇમોશનલ ટ્રામા હતો. પણ સંજય આઝાદ થયો ત્યારે પપ્પા દુનિયામાં ન હતાં. તે બહુજ ખુશ થતા આજે સંજયને નોર્મલ અને આઝાદ જોઇને.''Recent Story

Popular Story