બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / એક ટંકના ખાવાના પણ હતા ફાંફાં, અભિનેત્રી સામંથાની સફળતા લોકોએ જોઈ, હવે જાણો કપરો સંઘર્ષ
8 ફોટો ગેલેરી
Last Updated: 12:29 PM, 3 September 2024
1/8
સાઉથની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે સામંથા રૂથ પ્રભુ. ભલે અભિનેત્રીએ હજુ સુધી બોલિવૂડમાં કામ નથી કર્યું, પરંતુ તેની ફેન ફોલોઈંગ પણ ઓછી નથી. ચાહકો તેને હિન્દી ફિલ્મોમાં પણ જોવા માંગે છે. સામંથાએ પુષ્પા ફિલ્મમાં એક આઈટમ સોંગ કર્યું હતું, જે પછી તે દરેક જગ્યાએ ચર્ચામાં આવી ગઈ છે. (Photo Courtesy: Instagram Samantha Ruth Prabhu)
2/8
સામંથા માટે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું સરળ નહોતું. તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમય એવો પણ હતો જ્યારે તે દિવસમાં એક જ ટાઈમ ખાવાનું ખાતી હતી. સામંથાના દિવસો ઘણા મુશ્કેલીભર્યા હતા પરંતુ હવે તેણે એટલી લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે કે તે મોટી-મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. (Photo Courtesy: Instagram Samantha Ruth Prabhu)
3/8
સામંથાએ પોતે જ તેના સંઘર્ષના દિવસો વિશે જણાવ્યું હતું. તેણે 12મા પછી કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે મોડલિંગ દરમિયાન ઘણો સંઘર્ષ કર્યો છે. તે સમયે તે ખૂબ જ મુશ્કેલીથી ગુજરાન કરતી હતી. સામંથાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તરત જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. (Photo Courtesy: Instagram Samantha Ruth Prabhu)
4/8
5/8
સામંથાને ફિલ્મ યે માયા ચેસાવેથી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તે પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે જોવા મળી હતી. આ ફિલ્મથી સામંથા ફેમસ થઈ ગઈ હતી. આ પછી તેણે મહેશ બાબુ, સિદ્ધાર્થ પવન કલ્યાણ જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું. (Photo Courtesy: Instagram Samantha Ruth Prabhu)
6/8
સાઉથમાં પોતાની ધાક જમાવ્યા પછી, સામંથા OTTમાં પણ આવી ચુકી છે. સામંથા ફેમિલી મેન 2માં જોવા મળી હતી. આ સિરીઝમાં તેમનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. હવે તે ટૂંક સમયમાં વરુણ ધવન સાથે સિટાડેલના હિન્દી વર્ઝનમાં જોવા મળશે. (Photo Courtesy: Instagram Samantha Ruth Prabhu)
7/8
8/8
સામંથાની નેટવર્થ વિશે વાત કરીએ તો, ગયા વર્ષે આવેલા એક રિપોર્ટ અનુસાર, તેની કુલ સંપત્તિ 101 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે 3-5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી કમાણી કરે છે. (Photo Courtesy: Instagram Samantha Ruth Prabhu)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત