Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જ્યારે સલમાને કહ્યુ કે ''જો મેં ઐશ્વર્યાને માર્યુ હોત તો તે બચી ના હોત''

જ્યારે સલમાને કહ્યુ કે  ''જો મેં ઐશ્વર્યાને માર્યુ હોત તો તે બચી ના હોત''
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ બાદ દેશભરમાં #MeToo કેમ્પેઇને જોર પકડ્યુ છે. અનેક ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ અને તેની સાથે સંબંધિત આરોપીઓના નામ સોશિયલ મીડિયા પર સામે લાવી રહી છે. આ જ કડીમાં સલમાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાયને માર મારવાના સવાલનો જવાબ આપી રહ્યો છે.

વીડિયોમાં એક મહિલા પત્રકાર સલમાનને એશ્વર્યાના આરોપો અંગે પૂછ્યુ કે ''શું તેમણે ક્યારેય કોઇ મહિલા પર હાથ ઉગામ્યો છે? તેના જવાબમાં સલમાન કહે છે જે આ જ સવાલ મને પ્રભુ ચાવલાએ પૂછ્યો હતો ત્યારે મે ટેબલ પર હાથ પછાડ્યો અને ટેબલ તૂટી ગયુ. મારો અર્થ એ છે કે જો હું કોઇને મારુ તો સ્પષ્ટપણે તે લડાઇ છે અને તેના માટે હું ગુસ્સે થવા જઇ રહ્યો છુ. કોઇને મારવા જઇ રહ્યો છુ. જો મેં તેમ કર્યુ હોત તો મને નથી લાગતું કે તે બચી ગઇ હોત.''

ઉલ્લેખનીય છે કે 1999માં આવેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ની શુટિંગ દરમિયાન સલમાન અને એશ્વર્યા એકબીજાની નજીક આવ્યા. તેના ત્રણ વર્ષ બાદ તેઓ અલગ થઇ ગયા. તેના સલમાનનો આક્રમક સ્વભાવ હતો.

એક ઇન્ટરવ્યુમાં એશ્વર્યાએ ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનનો હિંસક વ્યવહાર અને મારી સાથે મારપીટ અમારા બ્રેકઅપનું મુખ્ય કારણ હતું. અલગ થયાં બાદ સલમાન મારી સાથે ફોન પર બકવાસ વાતો કરતો હચો. આ ઉપરાંત તેને શંકા હતી કે મારું અફેર મારા કૉ-સ્ટાર્સ સાથે છે. તેના કારણે જ તે મને મારતો હતો. સૌભાગ્યથી મારા શરીર પર કોઇ નિશાન આવ્યાં ન હતાં અને હું શૂટિંગ પર જઇ શકી. આ બધાથી કંટાળીને મે કોઇ સ્વાભિમાની મહિલાની જેમ તેની સાથેના સંબંધો તોડી નાંખ્યા.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સતામણીનો આરોપ લગાવતા જ બોલીવુડમાં જાણે કે ભૂકંપ આવ્યો. તનુશ્રી દત્તાએ અવાજ ઉઠાવ્યા બાદ અનેક મહિલાઓ અને અભિનેત્રીઓ મેદાનમાં આવી અને તેમણે બોલીવુડના ટોચના પ્રોડ્યુસર ડિરેક્ટર તેમજ એક્ટર્સ પર જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા.

શું હતો મામલો? 

તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો છે કે 2008માં આવેલી ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'  માટે તેને એક આઇટમ નંબરનું શૂટિંગ કરવાનું હતુ. શૂટિંગ દરમિયાન નાના પાટેકર સેટ પર હાજર હતો. તનુશ્રીનો આરોપ છે કે શૂટિંગ વચ્ચે નાના પાટેકર તેની પાસે આવ્યો અને તેણે વિચિત્ર રીતે સ્પર્શ કરવાનું ચાલુ કર્યુ. આ બાબતે તનુશ્રીએ વિરોધ કર્યુ આ પછી પણ નાના પાટેકરે તેની સાથે ગેરવર્તન કર્યુ હતુ. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ