બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'લોરેન્સ બિશ્નોઇએ મને..', ઘર પર ફાયરિંગની ઘટનાને લઈ સલમાન ખાને પ્રથમવાર તોડ્યું મૌન
Last Updated: 03:09 PM, 24 July 2024
મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ફાયરિંગ અંગે અભિનેતાએ મુંબઈ પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. સલમાન ખાને મુંબઈ પોલીસને કહ્યું કે મારું માનવું છું કે લોરેન્સ બિશ્નોઈએ મને અને મારા પરિવારને મારવા માટે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો.
ADVERTISEMENT
એપ્રિલમાં અભિનેતા સલમાન ખાનના બાંદ્રા નિવાસસ્થાને ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે વિશેષ અદાલતમાં આ મહિનાની શરૂઆતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ મુજબ અભિનેતા સલમાન ખાને કહ્યું કે તેમનું માનવું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તેને અને તેના પરિવારને મારવા માટે તેના ઘરે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. સલમાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી, તેમ છતાં તેને અને તેના આખા પરિવારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને હેરાન કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ચાર્જશીટ અનુસાર, સલમાનનું કહેવું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેની પાસેથી પૈસા પડાવવા માટે આવું કરી રહ્યો છે. તેણે પોલીસને આવી ઘણી ઘટનાઓ વિશે પણ જણાવ્યું જ્યાં તેને ધમકીઓ મળી. અભિનેતાએ કહ્યું કે તેને લાગ્યું કે બિશ્નોઈ ગેંગની સતત ધમકીઓને કારણે તેનો પરિવાર ડરમાં જીવે છે. આ વર્ષે 14 એપ્રિલની સવારે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે મોટરસાઇકલ સવારોએ ચાર ગોળીઓ ચલાવી હતી.
આ પણ વાંચો: આ છે ગુજરાતી ફિલ્મ અને 'ગંદી બાત'થી પ્રસિદ્ધિ મેળવનાર અન્વેશી જૈન, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી
ADVERTISEMENT
મુંબઈ પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત 6 ધરપકડ કરાયેલા આરોપીઓ અને 3 વોન્ટેડ વ્યક્તિઓના નામ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેશિયલ મકોકા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 1,735 પાનાની ચાર્જશીટમાં ત્રણ ભાગમાં તપાસના વિવિધ દસ્તાવેજો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં જણાવાયું છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ટાર્ગેટ ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં સફળતા બાદ મહારાષ્ટ્રમાં વર્ચસ્વ સ્થાપિત કરવાનો હતો. બિશ્નોઈએ પોતાના ખંડણી રેકેટનું વધુ વિસ્તરણ કરવાના ઈરાદાથી પૈસા પડાવવા અને ભય પેદા કરવા માટે સલમાન ખાનને નિશાન બનાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.