બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / હજુ તો 23મીએ રિલીઝ થશે 'સિકંદર'નું ટીઝર, એ પહેલા જ ફિલ્મનો રિવ્યૂ આઉટ, શું સાઉથની રિમેક છે?
Last Updated: 11:49 AM, 22 March 2025
સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિકંદર' રિલીઝ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. આ ફિલ્મ ઈદ 2025 પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અત્યાર સુધી નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કર્યું નથી અને તે પહેલાં 'સિકંદર'નો પહેલો રિવ્યુ સામે આવી ગયો છે. ટીઝર જોયા પછી, દર્શકોના મનમાં ઘણા સવાલો હતા, જેના જવાબો પણ ફિલ્મના પહેલા રિવ્યુમાં મળી ગયા છે.
ADVERTISEMENT
#Exclusive ...
— Always Bollywood (@AlwaysBollywood) March 21, 2025
Quick Censor review...#Sikandar is explosive, intense & downright thrilling...🔥🔥🔥
And importantly it's 100% original & not a remake of any south movie.. 👍🔥#SalmanKhan𓃵 's swag 🔥..#RashmikaMandanna 's grace 👌..
Full #SikandarReview Soon.. pic.twitter.com/HxHuskd8St
'સિકંદર'નું ટીઝર જોયા પછી, દર્શકોએ સલમાન ખાનની આ ફિલ્મને સાઉથની કોઈ ફિલ્મની રિમેક ગણાવી છે. જોકે, રિવ્યુમાં સ્પષ્ટ થઈ ગયું છે કે એઆર મુર્ગાડોસની 'સિકંદર' એક ઓરિજિનલ એક્શન-થ્રિલર ફિલ્મ છે. સાથે જ એ પણ જાહેર કરી દીધું છે કે સલમાન ખાન અને રશ્મિકા મંદાનાનું પરફોર્મન્સ કેવું છે.
ADVERTISEMENT
કેવી છે સલમાન ખાનની 'સિકંદર'?
ઓલ્વેઝ બોલીવુડ નામના પોર્ટલે સલમાન ખાનની 'સિકંદર' નો પહેલો રિવ્યુ X પર શેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે - 'ક્વિક સેન્સર રિવ્યુ. 'સિકંદર' ધમાકેદાર, ઇન્ટેન્સ અને એકદમ રોમાંચક છે. અને મહત્ત્વની વાત એ છે કે તે 100 ટકા ઓરિજિનલ છે અને કોઈ પણ સાઉથ ફિલ્મની રિમેક નથી. સલમાન ખાનનો સ્વેગ અને રશ્મિકા મંદાનાનો ગ્રેસ સારો છે.'
આ પણ વાંચો: અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ'એ સિનેમાઘરો બાદ હવે OTT પર મચાવી ધમાલ
30 માર્ચે રિલીઝ થશે 'સિકંદર'
'સિકંદર' ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે, જ્યારે એઆર મુર્ગાડોસ ફિલ્મના દિગ્દર્શક છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. સાઉથ સ્ટાર સત્યરાજ વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં કાજલ અગ્રવાલ, શરમન જોશી અને અંજિની ધવન પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 23 માર્ચે રિલીઝ થશે અને ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.