બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'ફાયર નહીં વાઇલ્ડ ફાયર', ફિલ્મ પુષ્પા 2 તો રિયલમાં જોરદાર નીકળ્યું, સામે આવ્યો ફર્સ્ટ દમદાર રિવ્યૂ

મનોરંજન / 'ફાયર નહીં વાઇલ્ડ ફાયર', ફિલ્મ પુષ્પા 2 તો રિયલમાં જોરદાર નીકળ્યું, સામે આવ્યો ફર્સ્ટ દમદાર રિવ્યૂ

Last Updated: 09:58 AM, 5 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુ અર્જુનની બહુચર્ચિત ફિલ્મ પુષ્પા 2 આજથી વિશ્વભરના સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મના વહેલી સવારના શો પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે ચાલો જાણીએ એક્શન થ્રિલર પુષ્પા - ધ રૂલ કેવી છે, વાંચી લો આ રિવ્યૂ.

સિનેમાપ્રેમીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આજે આવી ગઈ છે. પુષ્પારાજ મોટા પડદા પર પાછો ફર્યો છે એટલે કે અલ્લુ અર્જુન સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. પુષ્પા-ધ રૂલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. બમ્પર એડવાન્સ બુકિંગને લઈને આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ કે ફિલ્મ પુષ્પા 2 કેવી છે. શું ખરેખર આ વખતે પુષ્પારાજ ફાયર છે? કે વાઈલ્ડ ફાયર છે?

કેવી છે પુષ્પા 2 ની સ્ટોરી?

મોટા પાયા પર લાલ ચંદનની દાણચોરી કરીને, પુષ્પારાજ (અલ્લુ અર્જુન) પુષ્પા-ધ રાઇઝમાં 3 વર્ષ સુધી મજૂર યુનિયન સિન્ડિકેટના પ્રમુખ પદ પર બેસી ગયો હતો અને તેની ગર્લફ્રેન્ડ શ્રીવલ્લી (રશ્મિકા મંદાના) સાથે લગ્ન કરીને હેપ્પી એન્ડિંગ થયું હતું. પરંતુ તે દરમિયાન તેનો નવો દુશ્મન ઇન્સ્પેક્ટર ભંવર સિંહ શેખાવત (ફહાદ ફાસિલ) પણ તૈયાર થઈ ગયો છે અને પુષ્પા 2 માં આ બદલાની વાર્તા બતાવવામાં આવી છે.

ફિલ્મની શરૂઆત પુષ્પારાજની જોરદાર એન્ટ્રીથી થાય છે. અલ્લુ અર્જુને આખી ફિલ્મમાં માસ-મસાલા અને એક્શન સાથે પોતાનો જાદુ ફેલાવ્યો છે. ભંવર સિંહ શેખાવત ઉપરાંત, જોલી રેડ્ડી (ધનંજય) પણ પુષ્પા સાથે પોતાનો જૂનો સ્કોર સેટલ કરવાનું કાવતરું ઘડે છે.

આ વખતે લાલ ચંદનનું બ્લેક માર્કેટિંગ રાષ્ટ્રીય સ્તરે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે, જે વાર્તામાં યુએસપી તરીકે કામ કરે છે. એકંદરે, પુષ્પા 2, જે 3 કલાકથી વધુ લાંબી છે, એક સંપૂર્ણ મનોરંજક મૂવી છે, જે પૈસા વસૂલ કરી દેશે. પુષ્પા 2 દ્વારા, સુકુમારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમણે દક્ષિણ સિનેમાના પીઢ ફિલ્મ નિર્માતા શા માટે કહેવાય છે.

PROMOTIONAL 13

સિક્વલના આધારે, તેઓ પુષ્પા 2 ના કન્ટેન્ટને સારી રીતે સમજ્યા છે, જેના કારણે લાંબી ફિલ્મ હોવા છતાં પણ કંટાળો નહીં. આ સિવાય સિનેમેટોગ્રાફી અને VFX પણ ખૂબ પ્રભાવિત કરશે. બીજી તરફ, પુષ્પા 1 અને 2 માં પણ ડીએસપીનું વિસ્ફોટક સંગીત અને ગીતો મૂડ મસ્ત કરી દેશે. એટલું જ નહીં, આ વખતે પણ પુષ્પાના દમદાર ડાયલોગ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવાના છે.

આ પણ વાંચો: પુષ્પા 2 રિલીઝના પહેલા જ દિવસે ઘટી દુર્ઘટના, થિયેટરમાં ચાહકોએ કરી પડાપડી, ભાગદોડમાં મહિલાનું મોત

કલાકારોની અદભૂત અભિનયએ છોડી છાપ

અલ્લુ અર્જુને પુષ્પા 2માં ફરી એકવાર શાનદાર છાપ છોડી છે. આ સિવાય રશ્મિકા મંદાનાએ પણ શ્રીવલ્લીના રોલમાં પોતાની અદભૂત પ્રતિભા દર્શાવી છે. બીજી તરફ, ફહાદ ફાસિલ, ધનંજય અને જગપતિ બાપુએ વિલનની ભૂમિકામાં તેમના અભિનયના સો ટકા આપી દીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

pushpa movie reviews Allu Arjun Pushpa 2 The Rule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ