બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / કેવી છે પરીક્ષિત તમલિયા અને પૂજા જોશીની ફિલ્મ "કાલે લગન છે?!", જોવા જતા પહેલા વાંચી જજો આ રિવ્યૂ
Last Updated: 02:22 PM, 6 November 2024
કાલે લગન છે?! એક ગુજરાતી કોમેડી-થ્રિલર છે જેમાં આયુષ (પરીક્ષિત તમલિયા)ની સફર દર્શાવવામાં આવી છે, જે એક સામાન્ય વ્યક્તિ છે. જેને દીવ જતી વખતે રસ્તામાં એક છોકરી મળે છે, ઇશિકા (પૂજા જોષી) જેની પાસે ગન હોય છે અને તેને લિફ્ટની જરૂર હોય છે. આયુષ તેને મદદ કરવા માટે તેને લિફ્ટ આપી દે છે અને પછી શરૂ થાય છે આશ્ચર્યજનક વળાંકો અને દુર્ઘટનાઓથી ભરેલી રોડ ટ્રીપ. આ ફિલ્મમાં અણધાર્યા દૃશ્યોની સીરીઝ છે.
ADVERTISEMENT
આયુષ અને ઈશિકા એક પછી એક પડકારોનો સામનો કરે છે. ફિલ્મનો કોન્સેપ્ટ અલગ છે, ઉપરાંત, પરિક્ષિતની કોમેડી પણ જબરદસ્ત છે. ફિલ્મની વાર્તા સિચ્યુએશ્નલ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર છે. ફિલ્મમાં જબરદસ્ત પ્લોટ ટ્વિસ્ટ છે, સાથે હળવા અને રમૂજી ડાયલોગ્સ પણ સાંભળવાની મજા આવશે. ફિલ્મના અંતમાં નિર્માતાઓએ આ મૂવીના બીજા ભાગનો સંકેત આપ્યો છે.
ADVERTISEMENT
આયુષના પાત્રમાં પરીક્ષિત તમલિયાની કોમેડી ટાઈમિંગ સ્પોટ-ઓન છે, ઇશિકા તરીકે પૂજા જોશી સાથેની તેની કેમિસ્ટ્રી ફિલ્મની ખાસિયતો પૈકીની એક છે. પૂજાએ કેટલાક એક્શન સીન્સ પણ કર્યા છે અને તે એ સીન્સમાં પણ શાનદાર લાગી રહી છે. અન્ય કલાકારોમાં અનુરાગ પ્રપન્ના અને દીપિકા રાવલનું કામ પણ સારું દેખાઈ રહ્યું છે. ફિલ્મમાં ગુજરાતનાં નયનરમ્ય લોકેશન પણ જોવા મળે છે, જે આ ફિલ્મમાં દર્શાવેલી રસ્તાની મુસાફરીને આકર્ષક બનાવે છે. ફિલ્મમાં અમુક સીન્સ એવા પણ છે કે જેનો વ્યર્થ લાગી રહ્યા હતા.
1 કલાક 54 મિનિટની આ ફિલ્મમાં હળવી કોમેડી છે, સાથે જ સસ્પેન્સ પણ છે. પરીક્ષિત તમલિયા અને પૂજા જોશીની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી પણ વખાણવા લાયક છે. ફિલ્મમાં પરીક્ષિત અને પૂજાની સાથે અનુરાગ પ્રપન્ન, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે. ફિલ્મમાં ગાયક ઉમેશ બારોટ પણ એક ખાસ પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં કેટલાક ટ્વિસ્ટ એવા આવે છે કે જેનું દર્શકો અનુમાન લગાવી શકે છે.
આ પણ વાંચો: કોણ છે મલ્હાર ઠાકર સાથે પ્રભુતામાં પગલાં માંડનાર એક્ટ્રેસ? જેઓ ફિલ્મમાં કપલની ભૂમિકા પણ ભજવી ચૂક્યાં છે
એમ જોવા જઈએ તો આ ફિલ્મ પારિવારિક છે. ફિલ્મમાં મોટાભાગે આઉટડોર શૂટ છે, એટલે ગુજરાતનાં નયનરમ્ય લોકેશન જોવા મળે છે. વચ્ચે થોડા સમય માટે ફિલ્મમાં કંટાળો પણ આવે છે. માત્ર મનોરંજનના સંદર્ભે આ ફિલ્મ જોવા જેવી છે. રોડ-ટ્રીપ કોમેડીના ચાહકો અને રમૂજ અને ટ્વિસ્ટથી ભરેલી અનોખી વાર્તા શોધી રહેલા લોકોએ આ ફિલ્મ જોવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.