બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Video: રોહિત શર્માથી કમ નથી આ 6 વર્ષની બાળકી, માર્યો એવો પુલ શૉટ કે જોનારા વિચારતા રહી ગયા
Last Updated: 03:17 PM, 22 March 2025
રોહિત શર્માની બેટિંગથી આખી દુનિયા વાકેફ છે. એવું કહેવાય છે કે જ્યારે રોહિત શર્મા બેટિંગ કરવા આવે છે, ત્યારે મહાન બેટ્સમેનો શાંતિથી બેસીને તેમને બેટિંગ કરતા જુએ છે. લાંબા છગ્ગા હોય કે તેમનો ફેવરેટ પુલ શોટ, દર્શકોને પસંદ આવે છે. ઘણા લોકો રોહિતના ફોર્મની કોપી કરવા માંગે છે, જેના માટે ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે. પરંતુ તાજેતરમાં જ ઇન્ટરનેટ પર એક 6 વર્ષની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ છોકરી રોહિત શર્માની જેમ જ બેટિંગ કરતી જોવા મળી રહી છે. ક્યારેક હાથમાં બેટ પકડીને તે પુલ શોટ રમી રહી છે તો ક્યારેક સીધી ઊભી રહીને સિક્સર મારી રહી છે. આ વીડિયો જોઈને રોહિત શર્મા યાદ આવી જશે.
ADVERTISEMENT
બિલકુલ રોહિત શર્માની જેમ રમે છે આ 6 વર્ષની છોકરી
6 yrs old ~ Talented Sonia Khan from Pakistan 🇵🇰 (Plays Pull Shot like Rohit Sharma) 👏🏻 pic.twitter.com/Eu7WSOZh19
— Richard Kettleborough (@RichKettle07) March 19, 2025
ADVERTISEMENT
વીડિયોમાં દેખાતી છોકરીનું નામ સોનિયા ખાન હોવાનું કહેવાય છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાનની રહેવાસી છે. વીડિયોમાં, એક પુરુષ સતત છોકરીને બોલ ફેંકી રહ્યો છે, જે પછી છોકરી કાં તો ખૂબ જ સરસ અંદાજમાં ડિફેન્સ કરતી જોવા મળે છે અથવા ઊભી રહીને તેના પર છગ્ગો મારતી જોવા મળે છે. આ ઉપરાંત, તે શોર્ટ બોલ પર રોહિત શર્માની જેમ પુલ શોટ રમતી પણ જોવા મળે છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત છે. વીડિયો જોયા પછી તમે પણ એમ જ કહેશો કે જબરદસ્ત ટેલેન્ટ છે.
પાકિસ્તાનની છે સોનિયા ખાન!
વીડિયોમાં દેખાતી 6 વર્ષની છોકરી સોનિયા ખાન છે જે પડોશી દેશ પાકિસ્તાનથી છે. હવે, ભલે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા ન હોય, પરંતુ પાકિસ્તાન મહિલા ટીમનું ભવિષ્ય આ છોકરીમાં દેખાઈ રહ્યું છે. લોકો આ છોકરીની સરખામણી રોહિત શર્મા સાથે કરી રહ્યા છે કારણ કે છોકરીની સ્ટાઇલ અને પુલ શોટ રોહિત શર્માની સ્ટાઇલ સાથે ખૂબ મળતા આવે છે.
આ પણ વાંચો: Video: જાણો કઇ રીતે યુઝ કરાશે વંદે ભારતનું હાઇટેક ટોયલેટ, યુઝર્સે કહ્યું 'આ તો આખો રૂમ છે'
'બાબરને હટાવીને આને રમાડો'
આ વીડિયો @RichKettle07 નામના એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું - બાબર આઝમને બદલે આ છોકરીને રમાડો, તે સારું કરી રહી છે. બીજા એક યુઝરે લખ્યું - ટેલેન્ટ જબરદસ્ત છે, બસ ખોટા દેશમાં પેદા થઈ ગઈ છે જ્યાં ટેલેન્ટની કોઈ કદર નથી. જ્યારે બીજા યુઝરે લખ્યું - સામે તેને જે સિક્સર મારી છે, તે મેક્સવેલની યાદ અપાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.