બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / OTT પર ધૂમ મચાવી રહી છે આ હોટ વેબ સિરીઝ, 8.1 મિલિયન વ્યૂઝ સાથે પહોંચી ટોચ પર, જુઓ ટોપ 5ની યાદી
Last Updated: 11:56 AM, 18 March 2025
આજકાલ વિકેન્ડમાં કે પછી વીક ડેઝમાં પણ OTT પર વેબ સીરિઝ કે ફિલ્મ જોવાનું પસંદ કરે છે. OTT પ્લેટફોર્મનો એક ફાયદો એ છે કે તમે તે કન્ટેન્ટ ગમે ત્યારે ગમે ત્યાં જોઈ હસકો છો અને તેના માટે તમારે તમારા સોફા જે બેડમાંથી પણ ઊભા થવાની જરૂર રહેતી નથી. અને માટે જ કદાચ આજકાલ OTTનું ચલણ વધ્યું છે. ત્યારે હવે OTT પ્લેટફોર્મ પર પણ ઓરિજિનલ કન્ટેન્ટ દર અઠવાડિયે આવે છે એમાંથી અમુક ફિલ્મ એવી પણ હોય છે કે જે માત્ર OTT માટે બની હોય તો સાથે વેબ સીરિઝ પણ દર અઠવાડિયે આવતી હોય છે અને અમુક વેબ સીરિઝ તો એવી હોય છે કે જેના 2/3 પાર્ટ પણ આવતા હોય છે અને તેના દર્શકો તેની આતુરતાથી રાહ જોતાં હોય છે.
ADVERTISEMENT
ફિલ્મો અને વેબ સિરીઝનું રેન્કિંગ લોકોની પસંદગીના આધારે નક્કી કરવામાં આવે છે. થિયેટરોમાં ફિલ્મોની કમાણી નક્કી કરે છે કે તે હિટ છે કે ફ્લોપ જ્યારે OTTના મધ્યમમાં વ્યૂઝ નક્કી કરે છે કે કયો શો કે ફિલ્મ નંબર વન છે. ચાલો જાણીએ કે કઈ સીરિઝ કે ફિલ્મ સૌથી વધુ વ્યૂ સાથે નંબર વન રહી છે.
The Critics Verdict is out . Praises pouring in for #EkBadnaamAashram Season 3 Part 2 . Gratitude 🙏
— PrakashJhaProduction (@PJP_Online) March 1, 2025
Go watch it if you haven’t yet !#EkBadnaamAashramOnAmazonMXPlayer #AmazonMXPlayer #AashramSeason3Part2 #Aashram #AashramWebSeries #WebSeries #Reviews #AashramReviews pic.twitter.com/9vTFMPvfJP
ADVERTISEMENT
એક બદનામ આશ્રમ સીઝન 3
OTT પ્લેટફોર્મ પર સૌથી વધુ જોવાયેલી સીરિઝ છે 'એક બદનામ આશ્રમ સીઝન 3 ભાગ 2' છે. તે એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થાય છે. આ વેબ સિરીઝે OTT પર નંબર વન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ઓરમેક્સ મીડિયાના અહેવાલ મુજબ આ સીરિઝને ત્રીજા અઠવાડિયામાં 8.1 મિલિયન વ્યૂઝ મળ્યા છે જે આ અઠવાડિયાના સૌથી વધુ વ્યૂઝ છે. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયોની કોમેડી સીરિઝ દો-પહિયાં પણ દર્શકોના દિમાગ પર પોતાની છાપ છોડી રહી છે. તેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. OTT પરની આ સીરિઝ નંબર 7 થી સીધી નંબર 2 પર પહોંચી ગઈ છે. દો-પહિયાં સિરિઝને અત્યાર સુધીમાં 4.4 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ વેબ સિરીઝ જોયા પછી લોકો પંચાયત ભૂલી ગયા છે.
હિપ હોપ ઈન્ડિયા સીઝન 2
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાનો રિયાલિટી ડાન્સ શો 'હિપ હોપ ઈન્ડિયા સીઝન 2' એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. હાલમાં શોમાં ઓડિશન ચાલી રહ્યા છે. આ શોએ આવતાની સાથે જ OTT પર પોતાનો જાદુ ફેલાવી દીધો છે જેના કારણે તે ટોપ 3 માં આવી ગયો છે.
પાવર ઓફ પાંચ
OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ 'પાવર ઓફ પાંચ' ચોથા ક્રમે છે. તેને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. તમે આ શ્રેણી OTT પ્લેટફોર્મ Jio-Hotstar પર જોઈ શકો છો. તેને અત્યાર સુધીમાં 3.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ છેલ્લા 10 દિવસથી ટોપ 10 માં પોતાનું સ્થાન જાળવી રહી છે.
વધુ વાંચો: VIDEO : પિતા આમિર ખાનને મળ્યા બાદ રડી પડી ઇરા ખાન, આંખમાંથી છલકાયા આંસુ
શાર્ક ટેન્ક ઈન્ડિયા
OTT પ્લેટફોર્મ પર સોની લિવનો શો 'શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 4' પણ દર્શકોનો પ્રિય રહ્યો છે, જેના કારણે આ શો ટોપ 5 માં પ્રવેશી ગયો છે. તેને અત્યાર સુધીમાં 3.5મિલિયન વ્યૂઝ મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
મનોરંજન / સની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ દાખલ, ફિલ્મ 'જાટ'માં સીનને લઈને થયો વિવાદ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.