બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 800 કરોડની ફિલ્મ 'છાવા'માં નિભાવ્યો સંભાજીનો રોલ, શું હવે વિક્કી કૌશલ આ ઓલિમ્પિયનની ભૂમિકા ભજવશે?

મનોરંજન / 800 કરોડની ફિલ્મ 'છાવા'માં નિભાવ્યો સંભાજીનો રોલ, શું હવે વિક્કી કૌશલ આ ઓલિમ્પિયનની ભૂમિકા ભજવશે?

Last Updated: 03:07 PM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્કી કૌશલ આજકાલ ખૂબ ડિમાન્ડમાં છે. તેની છેલ્લી ફિલ્મ 'છાવા' એ બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હાલમાં વિક્કી કૌશલ એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે જે સંજય લીલા ભણસાલી સાથે છે. વિક્કી ઉપરાંત, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ લવ એન્ડ વોરમાં પણ જોવા મળશે. આ ઉપરાંત ભગવાન પરશુરામ પર એક ફિલ્મનો પ્રોજેક્ટ છે જેના પર કામ શરૂ થવામાં સમય લાગશે. દરમિયાન એક સ્પોર્ટ્સ ફિલ્મમાં પણ વિકી કૌશલ દેખાય એમ છે.

વાત જાણે એમ છે કે ઓલિમ્પિયન અને ભારતીય ટેબલ ટેનિસ ચેમ્પિયન શરથ કમલે એક મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેને પૂછવામાં આવ્યું કે જો તેની બાયોપિક ક્યારેક બને તો તેઓ કયા અભિનેતાને તેમની ભૂમિકામાં જોવા માંગશે. આનો જવાબ એકપણ સેકન્ડનો વિચાર કર્યા વગર આપતા તેણે વિક્કી કૌશલનું નામ લીધું.

શું વિક્કી આ ઓલિમ્પિયનની ભૂમિકા ભજવશે?

સ્પોર્ટ્સ સ્ટાર્સ પર ફિલ્મો ઘણા સમયથી બનાવવામાં આવી રહી છે. આ સમયે પણ ઘણી બાયોપિક્સ પર કામ ચાલી રહ્યું છે. હકીકતમાં ઘણા સ્ટાર્સ પોતે જ કહી રહ્યા છે કે તેઓ તેમની બાયોપિકમાં કોને જોવા માંગે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું જ્યારે ઓલિમ્પિયન શરત કમલે વિક્કી કૌશલનું નામ લીધું. જોકે જો આવું થાય તો પણ તેમાં ઘણો સમય લાગશે. ઇન્ટરવ્યુ દરમિયાન શરત કમલે કહ્યું હતું કે તેમના જીવન પર આધારિત ફિલ્મ બનાવતા પહેલા તેઓ તેમની સફર પર એક પુસ્તક લખવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે એકવાર પુસ્તક લખાઈ જાય પછી તેના પર ફિલ્મ પણ બનાવી શકાય છે.

sharath

ઓલિમ્પિયનએ આ શરત મૂકી

તે જ સમયે તેમની બાયોપિકમાં કાસ્ટિંગ અંગે તેઓ કહેતા જોવા મળ્યા કે તેમની એક જ શરત છે અને તે એ છે કે અભિનેતા ઊંચો (હાઇટમાં) હોવો જોઈએ. તેણે હસીને કહ્યું કે વિક્કી કૌશલ આ માટે યોગ્ય છે. ખરેખર વિક્કી કૌશલે બાયોપિકમાં પોતાના દમદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા છે. જેમાં 'સરદાર ઉધમ', 'સામ બહાદુર' અને 'છાવા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેના ટ્રેક રેકોર્ડને જોતાં શરત કમલે વિક્કીને તેમની બાયોપિકમાં લેવાનું કહ્યું છે.

વધુ વાંચો: PHOTOS: આ હસીનાઓ કરી ચૂકી છે બોલિવૂડના કાળા સત્યનો પર્દાફાશ, એકે તો લગાવ્યા ગંભીર આરોપ

વિક્કી કૌશલ છેલ્લે મહારાજા સંભાજી રાવની ભૂમિકામાં 'છાવા'માં જોવા મળ્યો હતો. તેના આગામી પ્રોજેક્ટ્સમાં લવ એન્ડ વોર અને બીજી એક ફિલ્મનો સમાવેશ થાય છે. દરેક રોલને બખૂબી નિભાવતો વિક્કી શરથ કમલની ભૂમિકામાં પણ છવાઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Olympian Sharath Kamal entertainment vicky kaushal
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ