બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધુળેટી પર શર્લિન ચોપરાની જાહેરમાં જ છેડતી! નજીક આવતા ફેન્સને ધમકાવ્યા, જુઓ વીડિયો

Video / ધુળેટી પર શર્લિન ચોપરાની જાહેરમાં જ છેડતી! નજીક આવતા ફેન્સને ધમકાવ્યા, જુઓ વીડિયો

Last Updated: 07:47 PM, 14 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધુળેટીના અવસર પર કેટલાક લોકોએ અભિનેત્રી શર્લિન ચોપરા સાથે ગેરવર્તન કર્યું. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રી શર્લિન ચોપરાના ફોટોસ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતાં હોય છે. તે ઘણી વાર શોર્ટ ડ્રેસ પહેરીને લોકોનું ધ્યાન ખેંચતી રહે છે ફરી એક વાર તેને આવું જ કર્યું છે. હકીકતમાં શર્લિન ચોપરા ધુળેટીના મોકા પર રસ્તા પર નીકળી હતી અને તેને ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેરી હતી. આ દરમિયાન તેની સાથે અમુક લોકોએ ગેરવર્તન કર્યું અને તેને મદદ માટે બૂમ પાડી. આનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શર્લિન ચોપરાના વિડીયો પર લોકોનું ખૂબ રિએક્શન આવી રહ્યું છે.

શર્લિન ચોપરાના વિડીયો પર આવી કોમેન્ટ

શર્લિન ચોપરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. શર્લિન ચોપરા સાથે સેલ્ફી લેવા માટે ભીડ જમા છે અને તેઓ તેની મરજી વિના ફોટો લેવા માટે જબરદસ્તી કરી રહ્યા છે. આના પર તે પરેશાન થઈ ગઈ અને મદદ માટે બૂમ પાડી છે.

વિડીયોમાં સાંભળી શકાય છે કે શર્લિન ચોપરા કહી રહી છે, 'એક સેકન્ડ, ડોન્ટ ટચ મી. હું કહી રહી છું મને ન અડો. સર જુઓ અહીં શું થઈ રહ્યું છે. સર ચાલો જોઈએ. આટલા નજીક આવી રહ્યા છે.' શર્લિન ચોપરાના વાયરલ વીડિયો પર લોકો ખૂબ રીએક્શન આપી રહ્યા છે. મોટાભાગના લોકો તેને રિવિલિંગ ડ્રેસ પહેરવા બદલ ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, 'હું સંમત છું કે તમને કેવી રીતે કામ કરવું તે ખબર નથી પણ તમને શરમ આવતી હશે.' એક યૂઝરે લખ્યું છે કે, 'તે ખૂબ જ ખરાબ સ્ત્રી છે.' એક યૂઝરે લખ્યું છે કે, 'મેડમ, તમે આટલી મુશ્કેલીથી કપડાં કેમ પહેરી રહ્યા છો?' એક યૂઝરે લખ્યું છે કે, 'પાગલ સ્ત્રી, તેં શું પહેર્યું છે?'

વધુ વાંચો: અનુષ્કા સેનનો બ્લ્યૂ મોનોકિનીમાં બોલ્ડ અંદાજ, સોશિયલ મીડિયા પર છવાઈ વેકેશનની તસવીરો

શર્લિન ચોપરાની બોલ્ડનેસ માટે છે ફેમસ  

આ પહેલીવાર નથી જ્યારે શર્લિન ચોપરાએ આવો ડ્રેસ પહેર્યો હોય. તે ઘણીવાર આવા ડ્રેસ પહેરીને બહાર જાય છે અને પાપારાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. આ પછી, શર્લિન ચોપરાના બોલ્ડ વીડિયો અને ફોટા વાયરલ થતા રહે છે. આ બધી બાબતો માટે તેને ટ્રોલ કરવામાં આવે છે પણ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Misbehaved With Actress Sherlyn Chopra bollywood news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ