બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / '...કારણે હું ક્યારેય SEX નહીં કરી શકું', એ પોપ્યુલર સિંગર જે બની હતી બોડી શેમિંગનો શિકાર
Priyankka Triveddi
Last Updated: 01:34 PM, 25 June 2025
બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ બોડી શેમિંગનો પોતાનો અનુભવ શેર કર્યો છે. આવી જ એક ગાયિકાએ પણ પોતાનો દુઃખદ અનુભવ જાહેર કર્યો હતો. કેનેડા સ્થિત ગાયિકાએ જણાવ્યું હતું કે તેને બોડી શેમિંગનો સામનો એટલી હદે કરવો પડ્યો હતો કે તેણે નક્કી કરી લીધું હતું કે તે ક્યારેય સેક્સ નહીં કરે.
ADVERTISEMENT
આ સિંગર એટલે બીજી કોઈ નહીં પણ બૉલીવુડની જાણીતી સિંગર જોનિતા ગાંધી. તાજેતરમાં આવેલી 'ધ રોયલ્સ' સીરિઝના સોંગ 'સિતારા' માં અવાજ આપીન ફરી લાઈમલાઇટમાં આવી છે. એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કેનેડીયન સિંગરે જણાવ્યું હતું કે તેણે ઘણી વખત જાતિવાદનો સામનો કર્યો છે. તેણીએ કહ્યું 'જ્યારે હું મોટી થઈ રહી હતી, ત્યારે મારા ચહેરા પરના વાળને લીધે ઘણી જાતિવાદી/રેસિસ્ટ કમેન્ટ્સ મળતી હતી.'
ADVERTISEMENT
'લોકો મને ગોડઝિલા કહેતા...'
ADVERTISEMENT
જોનિતા ગાંધીએ કહ્યું હતું કે તેના શરીર પર વધુ પડતા વાળ હોવાને કારણે લોકો તેને ચીડવતા હતા. તેણે કહ્યું કે 'લોકો મને ગોડઝિલા કહેતા હતા અને મારા ક્લાસના પંજાબી છોકરાઓ પણ મારી મજાક ઉડાવતા હતા. અને આ બધી કમેન્ટના લીધે મને ક્યારેય મારુ બોડી કે મારો દેખાવ ગમ્યો નહોતો. અને હું સતત એવું માનતી કે મારા ચહેરા પર વાળ હોવાને લીધે હું ક્યારેય સેકસ કરી શકીશ નહીં. કારણ કે જો હું મારી જાતને આ રીતે ના સ્વીકારી શકું તો બીજું કોઈ કેવી રીતે મને સ્વીકારશે.
ADVERTISEMENT
વધુ વાંચો: PHOTOS: એક્ટ્રેસ રાશિ ખન્ના, જે બનવા ઇચ્છતી હતી IAS, અને આજે લગાવે છે ગ્લેમરસનો તડકો
ADVERTISEMENT
ભારત આવ્યા પછી ચમકી કિસ્મત
ADVERTISEMENT
જોનીતાએ વધુમાં સ્વીકાર્યું કે ભારત આવ્યા પછી તેનું નસીબ ચમક્યું. જો કે તે સ્વીકારે છે કે હજુ પણ તેની પાસે એવા મુદાઓ છે જેના લીધે તેનામાં ડર રહેલો છે. તેણે જણાવ્યું કે તે સ્વિમિંગ કરતાં ડરે છે. પણ સંગીત તેને તેના ડર સામે ઝઝૂમવામાં મદદ કરે છે. સંગીતથી મને લાગે છે કે હું બદસૂરત બતક માંથી રૂપાળી હંસ બની ગઈ હોય. જો કે ભારત આવ્યા પછી મારામાં ઘણા ફેરફાર આવ્યા. મારી કિસ્મત ચમકી અને હું બદલાઈ ગઈ. અચાનક હું એક સુંદર છોકરી બની ગઈ હતી. શરૂઆતમાં લોકો માનતા હતા કે હું ફિરંગ અથવા વિદેશી હોવાને કારણે હું કોઈક રીતે સરળ છું. પણ મારા દેખાવને લીધે હું સહેમીને રહેતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.