બ્રેકિંગ ન્યુઝ
Priyankka Triveddi
Last Updated: 10:21 AM, 6 July 2025
Cocktail 2 Announcement: ફિલ્મ 'કોકટેલ 2' નું ઓફિશિયલ announcement થયા પછી ચાહકોમાં ભારે ઉત્સુકતા વધી ગઈ છે. પહેલી કોકટેલ વર્ષ 2012માં આવી હતી. જેમાં સૈફ અલી ખાન, દિપીકા પાદુકોણ અને ડાયના પેન્ટી જોવા મળ્યા હતા. કોકટેલ 2માં શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્મિકા મંદાના હશે. ત્યારે આ ફિલ્મ આ વર્ષે ઓગસ્ટ મહિનાના ફ્લોર પર જશે.
ADVERTISEMENT
13 વર્ષના લાંબા ઇંતેજાર પછી..
Interestingly લગભગ 13 વર્ષ પછી ડિરેક્ટર હોમી અડાજાનિયા આ ફ્રેન્ચાઇઝીમાં પાછા ફરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન કરી રહ્યા છે અને વાર્તા લવ રંજન દ્વારા લખવામાં આવી છે. ફિલ્મની વાર્તા વિશે હાલ તો કોઈ જાણકારી મળી નથી. પણ પહેલા કોકટેલની જેમ કદાચ આ પણ લવ ટ્રાઈએન્ગલ હોઇ શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સ્ટાઈલિસ્ટ અનિતા શ્રોફ અડાજાનિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રિપ્ટની એક ઝલક શેર કરી હતી. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રી-પ્રોડક્શન ઝડપથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત ક્રિતિ સેનન મેડોક ફિલ્મ્સની ઓફિસમાંથી બહાર નીકળતી પણ જોવા મળી હતી. જે બાદ આ ચર્ચાએ વધુ જોર પકડયું છે.
ADVERTISEMENT
2026માં થશે રીલીઝ
ADVERTISEMENT
નિર્માતાઓ આ ફિલ્મને 2026 માં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. વર્ષો પછી આવી રહેલી આ સિક્વલથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કોકટેલ 2 તેના પહેલા ભાગની જેમ દર્શકોના દિલ જીતી શકશે કે નહીં. હાલમાં શૂટિંગ શરૂ થવાના સમાચારથી ફિલ્મની ચર્ચામાં વધારો થયો છે. આ ફિલ્મની વાર્તા જનીટે ડિરેક્ટર લવ રંજને લખી છે. લવ રંજન મોડર્ન રિલેશનશિપને બખૂબી દર્શાવે છે. અને ખૂબ સરળતાથી easy રીતે તેઓ વાર્તાને રજૂ કરે છે. સંબધોના complications પણ તે બખૂબી રજૂ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: રણવીર સિંહને અચાનક શું થયું? બર્થડેના એક દિવસ પહેલા ફેન્સને આપ્યો મોટો ઝટકો
ADVERTISEMENT
પહેલી કોકટેલ ફિલ્મ 2012 માં રિલીઝ થઈ હતી. જેમાં દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટીની ત્રિપુટીએ તેમના શાનદાર અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું હતું. તે ફિલ્મ હજુ પણ તેના મ્યુઝિક, ગીતો અને આધુનિક સંબંધોની આંટીઘુટી, costumes, સ્ટોરી લાઇન માટે યાદ કરવામાં આવે છે. હવે જ્યારે કોકટેલ 2 ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દર્શકોની અપેક્ષાઓ પણ એટલી જ ઊંચી છે. ખાસ કરીને શાહિદ કપૂર, ક્રિતિ સેનન અને રશ્મિકા મંદન્નાની નવી સ્ટાર કાસ્ટ સાથે નિર્માતાઓ દર્શકોને ફરી એકવાર તાજગીભર્યો સિનેમેટિક અનુભવ આપવાનું વચન આપી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.