બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'કામ જોઇએ છે, તો મારી સાથે સૂવું...', જ્યારે અડધી રાત્રે આ અભિનેત્રીનો આવ્યો ડાયરેક્ટરનો કૉલ
Priyankka Triveddi
Last Updated: 03:24 PM, 19 June 2025
Aayushmati Geeta Matric Pass film actress Kashika Kapoor:
ADVERTISEMENT
ફિલ્મ 'આયુષ્મતિ ગીતા મેટ્રિક પાસ' ડેબ્યૂ કરનાર અભિનેત્રી કશિકા કપૂરે કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ શેર કર્યો. કશિકાએ કહ્યું કે તેણે ઘણા ઓડિશન આપ્યા પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં વાત કાસ્ટિંગ કાઉચ સુધી પહોંચી. એક ડિરેક્ટરે તેને ખુલ્લેઆમ કહ્યું કે જો તમારે કામ જોઈતું હોય તો તમારે તેમની સાથે સૂવું પડશે.
ADVERTISEMENT
એક ખાસ ઇંટરવ્યૂમાં વાત કરતાં કશિકા કપૂરે કહ્યું, 'જ્યારે હું મુંબઈ આવી, ત્યારે મેં ઓછામાં ઓછા 150 ઓડિશન આપ્યા અને તે બધામાં મને રિજેક્શન મળ્યું છતાં મેં ક્યારેય હાર માની નહીં.'
ADVERTISEMENT
ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઈડ
કશિકાએ કહ્યું, 'આ સમય દરમિયાન મને ઇન્ડસ્ટ્રીનું એક ડાર્ક સત્ય પણ જોવા મળ્યું. એકવાર મને રાત્રે 3 વાગ્યે એક ડિરેક્ટરનો ફોન આવ્યો. તેમણે મને સ્પષ્ટ કહ્યું કે તે મને કામ આપશે, પરંતુ બદલામાં મારે તેની સાથે સૂવું પડશે. મેં હંમેશા આનો ઇનકાર કર્યો, કારણ કે મને લાગતું હતું કે જ્યારે હું દસ વર્ષ પછી મારી જાતને જોઉં ત્યારે મને કોઈ પણ પ્રકારનો અફસોસ ન હોવો જોઈએ.'
ADVERTISEMENT
ADVERTISEMENT
કાસ્ટિંગ ડિરેક્ટરોએ પણ આ જ વાત કરી
કશિકાએ આગળ કહ્યું, 'કાસ્ટિંગ ડિરેક્ટરોએ મને ઘણી વાર ફોન કર્યો અને ઓફરો આપી પણ મેં ના પાડી. મને સમજાયું નહીં કે શું આ લોકોને ઊંઘ નથી આવતી? આ કેવા પ્રકારના લોકો છે જે આટલી મોડી રાત્રે વિચાર્યા વિના ફોન કરે છે. જોકે મારા મનમાં એક જ વાત હતી કે જો મારે કંઈક બનવું હોય તો મારે સખત મહેનત કરવી પડશે અને આજે તેના બળ પર હું અહીં સુધી પહોંચી છું.
ADVERTISEMENT
વધુ વાંચો: Photos: જો આવી સાડીઓ પહેરશો, તો નવી નવેલી દુલ્હન પણ ઝાંખી પડશે
કાશિકાના મતે તેની માતાએ તેને હંમેશા એક વાત શીખવી છે કે ક્યારેય હાર ન માનવી જોઈએ. અને માટે જ આજે તેનામાં જે હિમત અને જે પણ શક્તિ છે તે તેને તેની માતા પાસેથી મળી છે. અને તે આ માટે તેની માતાનો આભાર માને છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે આઆવી કોઈ વાત સામે આવી હોય આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ આ અનુભવ કરી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.