બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: આમિર અલીએ ધુળેટી પર મિસ્ટ્રી ગર્લ સાથે કરી 'ગંદી' હરકત, વીડિયો વાયરલ
Last Updated: 05:18 PM, 15 March 2025
14 માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. બોલીવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે ઉત્સાહથી ઉજવણી કરી. તમામ સ્ટાર્સે રંગોમાં સરાબોર થઈને આ તહેવાર ઉજવ્યો. મુસ્લિમ એક્ટર આમિર અલીએ પણ ખૂબ હોળી રમી અને આ દરમિયાન તેનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તે ખૂબ ટ્રોલ પણ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આમિર અલી હોળી પર એક મિસ્ટ્રી ગર્લ સાથે રંગેથી રમતો દેખાયો. આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહિ પણ અંકિતા કુકરેતી છે જેને લઈને ખબરો છે કે અભિનેતા તેને ડેટ કરી રહ્યો છે. ગ્રે ટીશર્ટ અને જીન્સ પહેરીને આમિર અંકિતાના ગાલ પર ગુલાબી રંગ લગાવી રહ્યો છે. આ દરમિયાન તેને અંકિતા સાથે એવી હરકત કરી કે તે નેટિઝન્સના નિશાના પર આવી ગયા.
ADVERTISEMENT
આમિર ખાને કરી ખરાબ હરકત?
હકીકતમાં આમિર અલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે રસ્તા પર લોકો વચ્ચે અંકિતા સાથે હોળી રમતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન પહેલા તે અંકિતાના ગાલ પર ગુલાલ લગાવે છે પરંતુ આ બાદ તે તેની ગરદન અને પછી તેની છાતી પર રંગ ઘસતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સને આમિરની આ હરકત પસંદ ન આવી અને તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે તો એમ કહી દીધું કે આમિરની આવી જ હરકતોના કરને તેની એક્સ વાઈફ સંજીદા શેખે તેને છોડી દીધો હશે.
વધુ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેએ શેર કરી બોલ્ડ તસવીરો, ચાહકો થયા દિવાના
રંગ લગાવવા પર ટ્રોલ થયો એક્ટર
આમિર અલીએ વાયરલ હોળી વિડીયો પર એક વ્યક્તિ એ કોમેન્ટ કરી- 'આમાં કોઈ હેરાની નથી સંજીદા શેખે તેને કેમ છોડ્યો. તેને પોતાની જાતને બચાવી લીધી.' બીજાએ લખ્યું - 'મને આ ન ગમ્યું કે જે રીતે તે તેના પર હાથ મૂકી રહ્યો છે, આ મને અપમાનજનક લાગે છે અને છોકરીએ પણ આવું કરવાની તેને પરમિશન આપી દીધી.' એકે લખ્યું, 'રણવીરને અરેસ્ટ કરી લીધો, અને પણ કરો.' એક યુઝરે કોમેન્ટ કરી, 'પબ્લિકમાં આવું બધું ખૂબ શરમજનક છે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.