બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રિયલ લોકેશન પર શૂટ થઇ હતી આ વૉર ફિલ્મ, હથિયારથી લઇને ટેન્ક, બધું જ અસલી દેખાડેલું

મનોરંજન / રિયલ લોકેશન પર શૂટ થઇ હતી આ વૉર ફિલ્મ, હથિયારથી લઇને ટેન્ક, બધું જ અસલી દેખાડેલું

Last Updated: 02:59 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ માટે ભારત પાકિસ્તાન વિષે હંમેશા પસંદનો રહ્યો છે. ઘણી હિન્દી ફિલ્મો આ વિષય પર બની છે. જેમાં ' શેરશાહ' થી લઈને 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' સુધીનો સમાવેશ થાય છે. પરંતુ આ ઉપરાંત પણ એક એવી હિન્દી ફિલ્મ બની છે કે જેનું શૂટિંગ વોરનારિયલ સ્થળોએ થયું હતું અને તેમાં વપરાયેલા શસ્ત્રો પણ રિયલ હતા.

ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક', 'લક્ષ્ય', 'શેરશાહ', આવી ઘણી ફિલ્મો છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ખૂબ સારી રીતે દર્શાવે છે. દેશભક્તિથી ભરેલી આ ફિલ્મો દર્શકોને પણ ખૂબ ગમી છે. વિક્કી કૌશલ અભિનીત ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક હોય કે સિદ્ધાર્થ મલ્હોત્રાની શેરશાહ. જ્યારે પણ દેશભક્તિની ફિલ્મોની વાત આવે છે ત્યારે સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મો જોઈને ભારતીયોની છાતી ગર્વથી ફૂલી જાય છે. પરંતુ શું તમે તે ફિલ્મ વિશે જાણો છો જે ફક્ત એક સત્ય ઘટના પર આધારિત નથી પરંતુ વાસ્તવિક સ્થળોએ પણ શૂટ કરવામાં આવી હતી અને તેમાં વપરાયેલી વસ્તુઓ પણ વાસ્તવિક હતી.

આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી

લોંગેવાલાના યુદ્ધ પર આધારિત આ ફિલ્મ દર્શકોને ખૂબ ગમી હતી. અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. વર્ષ 1997માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં 1-2 નહિ પણ 4 સુપરસ્ટાર હતા અને તે 10 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. જે તે સમયમાં ખૂબ મોટી રકમ હતી. જી વાત થિયા રહી છે જે. પી. દત્તાની બોર્ડર ફિલ્મની. જેનું શૂટિંગ વાસ્તવિક સ્થળોએ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી.

ફિલ્મના શસ્ત્રો પણ હતા રીઅલ

જેપી દત્તા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વપરાયેલા શસ્ત્રો સંપૂર્ણપણે વાસ્તવિક હતા. ફિલ્મમાં ઉપયોગમાં લેવાતી બંદૂકો, ટેન્ક અને અન્ય તમામ શસ્ત્રો અને નાની-મોટી વસ્તુઓ જ નહીં. પરંતુ ફિલ્મમાં જોવા મળતા સૈનિકો પણ વાસ્તવિક હતા. જોકે નિર્માતાઓએ વાર્તામાં કેટલીક જગ્યાએ સર્જનાત્મક સ્વતંત્રતા લીધી અને ફિલ્મમાં કેટલાક ફેરફારો કર્યા.

જેપી દત્તાએ ભાઈની યાદમાં બનાવી ફિલ્મ

આ ફિલ્મમાં સની દેઓલ, અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ જેવા કલાકારો હતા. જે તે સમયના સૌથી મોટા સ્ટાર્સમાંના એક હતા. બોર્ડર ભારતની સૌથી પ્રતિષ્ઠિત યુદ્ધ ફિલ્મોમાંની એક છે. દિગ્દર્શક જેપી દત્તા વિશે વાત કરીએ તો તેમના ભાઈ પોતે ભારતીય વાયુસેનામાં પાઇલટ હતા. 1987 માં મિગ ફાઇટર જેટ ઉડાડતી વખતે તેમનું મોત થયું હતું. જેપી દત્તાએ ફિલ્મ બોર્ડર તેમના ભાઈને સમર્પિત કરી. આ ફિલ્મ માટે તેમણે તેમના ભાઈની ડાયરીઓ વાંચી અને તેમના અનુભવોના સંદર્ભો લઈને ફિલ્મ બનાવી.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધનો માહોલ, પાકિસ્તાનને સ્પોર્ટ કરતાં તુર્કીનો પ્રવાસ કુશલ ટંડનની માએ કર્યો કેન્સલ

Vtv App Promotion 2

સંજય દત્ત અને સૈફ અલી ખાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો

આ ફિલ્મ માટે જેપી દત્તાએ ઘણા મોટા કલાકારોનો સંપર્ક કર્યો. અજય દેવગન, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે વાત કરી પરંતુ કોઈને કોઈ કારણસર આ સ્ટાર્સ આ ફિલ્મનો ભાગ બની શક્યા નહીં. આ એ સમય હતો જ્યારે આ સ્ટાર્સ તેમના કરિયરના સુવર્ણ તબક્કામાં હતા અને કોઈ પણ મલ્ટી-હીરો ફિલ્મ કરવા માંગતું ન હતું. આવી સ્થિતિમાં જેપી દત્તાએ અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ અને સની દેઓલ સાથે વાત કરી. પહેલા તો સુનિલ શેટ્ટીએ આ ફિલ્મનો ઇનકાર કર્યો હતો પરંતુ પછીથી તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. આ ફિલ્મ માટે સૈફ અલી ખાન અને સંજય દત્તનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે પણ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો જે પાછળથી બ્લોકબસ્ટર સાબિત થઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Border Movie Real Story Border Movie Facts Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ