બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'સિતારે જમીન પર'નું ટ્રેલર રિલીઝ થતાં જ બાયકોટની ઉઠી માંગ, જાણો કારણ

મનોરંજન / 'સિતારે જમીન પર'નું ટ્રેલર રિલીઝ થતાં જ બાયકોટની ઉઠી માંગ, જાણો કારણ

Last Updated: 12:49 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sitaare Zameen Par Boycott: આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પરનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. લોકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે પરંતુ ફિલ્મને બોયકોટ બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે.

Sitaare Zameen Par Boycott: આમિર ખાન જ્યારે પણ કોઈ ફિલ્મ લઈને આવે છે, તો એ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ સવાલોથી ઘેરાઈ જાય છે. તેમની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવાની માંગ કરવામાં આવી હતી અને હવે સિતારે જમીન પર સાથે પણ આવું જ થઈ રહ્યું છે. સિતારે જમીન પરનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. લોકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે પરંતુ ટ્રેલર રિલીઝ થતાં જ ફિલ્મને બોયકોટ બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આમિર ખાનને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વાત એમ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન, ઘણા સેલેબ્સે ભારતને ખુલીને સપોર્ટ આપ્યો હતો. તેમણે ભારતીય સેનાની ખૂબ પ્રશંસા કરી હતી. પરંતુ આમિરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેણે મૌન જાળવી રાખ્યું હતું. ભારતીયોને આ વાત પસંદ આવી નથી. આ કારણે લોકો સિતારે જમીન પરને બોયકોટ કરી રહ્યા છે.

સિતારે જમીન પરનો બહિષ્કાર

લોકો સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- એટલો શું પાકિસ્તાનને સાથે પ્રેમ છે કે જે તમે એક ટ્વીટ પણ નથી કર્યું દેશની સેનાને સપોર્ટ કરવા માટે. બીજાએ લખ્યું - જે આપણા સૈનિકો માટે એક શબ્દ પણ ન બોલ્યો હોય, તો અમે પણ તેની ફિલ્મ ન તો જોઈશું અને ન તો બીજા કોઈને જોવા દઈશું. જે ગદ્દાર હશે એ જ તેની ફિલ્મ જોવા જશે, તેની ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ.

Vtv App Promotion 1

એકે લખ્યું, "સિતારે જમીન પરને બોયકોટ કરો કારણ કે બોલીવુડ પાસે ભારત માટે સમય નથી અને તે તેના પાકિસ્તાની ચાહકોને નાખુશ કરી શકતું નથી. આ બદમાશો પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. કોઈપણ અભિનેતા/અભિનેત્રી કે કોઈપણ ફિલ્મનું કોઈ સમર્થન નહીં.

આ પણ વાંચો: 'તે મારા બેડ પર....', જ્યારે હોટલના રૂમમાં ખરાબ રીતે ફસાઈ અભિનેત્રી, કર્યો મોટો ખુલાસો

સિતારે જમીન પર વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 20 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આમિર સાથે જેનેલિયા ડિસોઝા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Aamir Khan Trolled Sitaare Zameen Par Boycott
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ